: મહા : રપ૦૦ આત્મધર્મ : ૪૫ :
એ તો હશે કોઈક ભીખારી! ’ અરરર! એક વખતના પોતાના પતિને અને એક મહાન
વીતરાગી જૈન મુનિરાજને આ દુષ્ટરાણી ભીખારી કહી રહી છે.–એ સાંભળીને ધાવમાતા રડી
પડી...કુંવરે પૂછતાં તેણે ખુલાસો કર્યો કે: બેટા! તારી મા જેને ભીખારી કહી રહી છે તે અન્ય કોઈ
નહિ પણ તારા પિતા જ છે, એ મુનિ થયા છે; ને તારી માતાના હુકમથી જ દરવાન તેને રોકી
રહ્યો છે...એક વખતના રાજના માલિકને આજે નગરમાં પ્રવેશતાં એક દરવાન રોકી રહ્યો છે!
–રે સંસાર! !
કુંવર તો એ સાંભળતાં જ પિતા પાસે દોડી ગયો...ત્યાં ને ત્યાં જ જિનદીક્ષા ધારણ કરીને
રાજપુત્ર મટીને મુનિપુત્ર બન્યો...પિતાનો સાચો વારસદાર બન્યો...માતા દુષ્ટ પરિણામથી મરીને
વાઘણ થઈ...ને ધ્યાનમાં બેઠેલા પુત્રને (સુકોશલ મુનિને) ખાવા લાગી...પણ એનો હાથ જોતાં
એને જાતિસ્મરણ થયું: અરે! આ તો મારો પુત્ર! ! પછી તો કીર્તિધર મુનિરાજે સંબોધન કરીને
એ વાઘણને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો...ને એ વાઘણ પણ ધર્મ પામી.
આત્મધર્મ–પ્રચાર તથા બાલવિભાગ માટે આવેલ રકમોની યાદી
૫૧ રૂપચંદ બાદરમલ શાહ મદ્રાસ ૧૧ શાંતાબેન મણિલાલ સોનગઢ
૧૧૧ છોટાલાલ ડામરદાસ શાહ સોનગઢ ૨૫ ગુલાબચંદ ભગવાનજી હેમાણી સોનગઢ
૫ કાન્તાબેન દવે સોનગઢ ૨૫ સમતાબેન રતિલાલ વઢવાણ
૫૧ પાંચુબેન ચુનીલાલ રાણપુર ૧૧ હિમાંશું રસિકલાલ ઘાટકોપર
૫૧ દુધીબેન દેવચંદ મોદી સોનગઢ ૧૧ રસિકલાલ અમીચંદ ડગલી ઘાટકોપર
૧૧ શશીકાંત ભીખાલાલ રાજકોટ ૧૦૧ કપુરચંદ ત્રિભુવન વોરા કલકત્તા
૩૧ ભાનુબેન ઘેલાણી કલકત્તા ૫૧ તારાચંદ ત્રિભુવન વોરા કલકત્તા
૫૧ ખેમરાજ દુલીચંદ જૈન સોનગઢ ૫૧ કાંતિભાઈ મોટાણી મુંબઈ
૫૧ કસ્તુરબેન એન. લોદરીયા સોનગઢ ૧૧ કાંતાબેન દવે સોનગઢ
૫૧ બ્ર. હરિલાલ જૈન સોનગઢ ૨૫ હર્ષદ મુલવંતરાય કલકત્તા
૫૧ વેલજી ધરમશી નાઈરોબી ૫૧ મરઘાબેન પ્રેમચંદ ચુડા
૧૨૫ ડો. ચીમનલાલ એમ. શ્રોફ મુંબઈ
(તા. ૩૧–૧–૭૪ સુધી)
પરમાગમમંદિરનો મંગલ ઉત્સવ એવા આનંદથી ઉજવીએ કે
સ્વ–પર સૌને આત્મલાભનું કારણ થાય, ને જૈનશાસન શોભી ઊઠે.