અનંત ગંભીરતા ભરી મેં દેખિયા પરમાતમા.
આનંદમય આહ્લાદ ઊછળે ફરી ફરીને ધ્યાવતાં.
જયવંત છે મુજ ગુરુ–વહાલા નિજ નિધાન બતાવિયા.
ગુરુદેવના હૈયામાં શ્રુત–સાગર હીલોળે ચડે છે, ને
જ્ઞાનસમુદ્રને વલોવીને તેમાંથી અધ્યાત્મરસનું અમૃત કાઢે
છે. તે અમૃતનો અપૂર્વ સ્વાદ ચાખતાં જે આનંદ થાય છે
–તેની શી વાત! તે આનંદઉર્મિ આ ‘આત્મ–સ્તવન’ દ્વારા
વ્યક્ત થઈ છે. પૂ. ગુરુદેવે આ વાંચીને પ્રસન્નતા વ્યક્ત
કરી છે ને તેઓશ્રીના આશીર્વાદથી તે અહીં છપાય છે.
ગુરુપ્રસાદીરૂપ આ આત્મસ્તવન ભવ્યજીવોને અદ્ભુત
આત્મવૈભવની પ્રાપ્તિનું કારણ હો.