:૧૦: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
એવા દેવ–ગુરુની નીકટતામાં આપણે પણ એવી ઠંડક અનુભવીએ છીએ. અહો,
મહાન ભાગ્ય છે આપણા કે જગતમાં શ્રેષ્ઠ એવા જિન ભગવાન આપણને મળ્યા, ને એ
ભગવાનનો માર્ગ શ્રી ગુરુદેવે આપણા માટે ખુલ્લો કર્યો. આવો રે આવો. ! જગતના
બધા જીવોને માટે આ મંગલમાર્ગ ખુલ્લો છે.
આજે ભગવાનની પ્રતિષ્ઠાનો, ને પરમાગમની પ્રતિષ્ઠાનો મંગલ દિવસ છે;
જેનાથી જન્મ–મરણનો અંત આવે એવી વાત પરમાગમોમાં કુંદકુંદાચાર્યદેવે પ્રસિદ્ધ
કરી છે.
ભગવાને અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો છે, પણ તેનું
સાચું સ્વરૂપ શું છે? તે અહીં આ જ્ઞાનક્રિયામાં આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવ્યું છે.
ભગવાને વિપુલાચલ પર્વત ઉપર રાજીગૃહી નગરીમાં દિવ્ય–ધ્વનિમાં જે ઉપદેશ
આપ્યો ને ગૌતમ ગણધરે તે ઝીલીને બાર અંગમાં સૂત્રરૂપે ગૂંથ્યો, તેના ‘જ્ઞાનપ્રવાદ’
માંથી આવેલો જ્ઞાનપ્રવાહ કુંદકુંદાચાર્યદેવે આ સમયસાર વગેરે પરમાગમોમાં સંઘર્યો છે.
તેમાં વીતરાગી સંતોએ વીતરાગતાનો ઉપદેશ આપ્યો છે. ચૈતન્યનો આનંદ જગતના
જીવો કેમ પામે, સર્વે જીવો આત્માના આનંદના રસિક થાય ને ધર્મ પામે–એવી ભાવના
તીર્થંકરોએ પૂર્વભવમાં ભાવી હતી, તેનાં ફળમાં જે દિવ્યવાણી નીકળી તે પણ જગતનાં
જીવોને આત્માના આનંદનું નિમિત્ત છે. મહાવીર ભગવાને અર્થરૂપે જે ઉપદેશ દિવ્ય–
ધ્વનિમાં દીધો, તે જ ઉપદેશ વીતરાગી સંતોએ સૂત્રરૂપે ગૂંથ્યો છે, તે સૂત્રોની સ્થાપનાનો
આ મહોત્સવ છે.
તે પરમાગમ સૂત્રોમાં ભગવાને શું કહ્યું છે? ભગવાને એમ કહ્યું છે કે આત્મા
ઉપયોગસ્વરૂપ છે; ઉપયોગને અને ક્રોધને ભિન્નતા છે: ઉપયોગની ક્રિયામાં રાગ નથી.
રાગ વગરની જે શુદ્ધોપયોગ દશા તે જ ભગવાને કહેલો પરમ અહિંસા ધર્મ છે. અને
રાગાદિભાવોની ઉત્પત્તિ તે હિંસા છે.
શુદ્ધોપયોગરૂપ જે પરમ અહિંસા છે તે વીતરાગભાવ છે, તેથી તેમાં
અપરિગ્રહપણું છે. આવી વીતરાગ શુદ્ધોપયોગદશા તે જ જીવનું જીવન છે, –આવું જીવન
ભગવાન જીવે છે, અને બીજાને પણ એવું જીવન જીવવાનો ઉપદેશ આપ્યો છે.
શુદ્ધોપયોગમાં ચૈતન્યના આનંદ–શાંતિ–શ્રદ્ધા વગેરે અનંત ગુણોનું વેદન એક સાથે છે.
તેમાં રાગનો અભાવ છે, તે જ અનેકાન્ત ધર્મ છે.
શ્રી શાંતિપ્રસાદજી શાહ પૂછે છે કે પહેલાંં શું કરવું તે વાત કહો. આત્માનો