:૧૪: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
પૂ. ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજી રહ્યાં છે. બધાં જ કાર્યક્રમો વ્યવસ્થિત
નિયમિત–શાંતિપૂર્વક આનંદમય વાતાવરણમાં ચાલી રહ્યાં છે. જ્યાં અધ્યાત્મની ચર્ચા
અને ચૈતન્યરસનું ઘોલન છે ત્યાં તો નિરંતર ધર્મનો મહોત્સવ જ ચાલી રહ્યો છે; એટલે
આપણે તો હજી દિન–રાત નિરંતર મહોત્સવ ચાલુ જ છે, ને ઠેઠ મોક્ષપ્રાપ્તિ સુધી
સાધકભાવનો આનંદોત્સવ અખંડપણે ચાલ્યા કરશે. અહો, શ્રી જિનેન્દ્રશાસન જયવંત
વર્તો–કે જેનાં સેવનથી આનંદમય મોક્ષમાર્ગ પમાય છે.
જિનભગવાને કહેલું શુદ્ધ સ્વદ્રવ્ય
જેના આશ્રયે મોક્ષસુખ સધાય છે
કર્મરહિત, અનુપમ, નિત્ય જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મા તે સ્વદ્રવ્ય છે.
(ફાગણ સુદ ૧પ પ્રવચન: મોક્ષપ્રાભૃત ગાથા–૧૮)
સ્વદ્રવ્યના આશ્રયે સુગતિ છે, ને પરદ્રવ્યના આશ્રયે દુર્ગતિ છે.
–એ ભગવાન મહાવીરપ્રભુએ કહેલા સિદ્ધાંતનો સાર છે.
સુગતિ એટલે મોક્ષ; શુદ્ધ પરિણમન.
દુર્ગતિ એટલે સંસાર; વિકાર પરિણમન.
સ્વદ્રવ્ય એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા;
જ્ઞાનસ્વરૂપથી ભિન્ન તે બધુંય પરદ્રવ્ય.
• શુદ્ધ સ્વદ્રવ્યમાં લીનતા છોડીને જેટલો પરદ્રવ્યનો આશ્રય છે તેટલો રાગ છે.
• જેટલો રાગ છે તેટલું દુઃખ છે; ને દુઃખ નું નામ જ દુર્ગતિ છે.
• જેટલો સ્વદ્રવ્યનો આશ્રય છે તેટલું સુખ છે, સુગતિ છે, તેમાં રાગ કે દઃુખ નથી.
• ભગવાને સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષસુખ કહ્યું છે.
• મોક્ષમાર્ગ સ્વદ્રવ્યના આશ્રયે છે.
• સમ્યગ્દર્શન પણ સ્વદ્રવ્યના જ આશ્રયે છે.