રહ્યા હતાં. ઘરઘર મંગલગીત ગવાતા હતા, તોરણ–મંડપ બંધાતા હતા, વિવિધ
શણગાર થતા હતા, ગુરુદેવ રોજ–રોજ પરમાગમનો મહિમા પ્રસિદ્ધ કરીને મુમુક્ષુઓના
ઉલ્લાસને ઉત્તેજીત કરતા હતા. અરે, આવો અવસર ક્્યાંથી આવે! ઉત્સવની પૂર્વ
તૈયારી વખતના ધમધોકાર વિચિત્ર વાતાવરણમાં એ ધર્મકાળનું ને તે ધર્મકાળમાંય
૭૦૦ મુનિઓ ઉપરના ઘોર ઉપસર્ગનું આજે સ્મરણ થાય છે. અરે, ચોથા આરા જેવા
ધર્મકાળમાંય ધર્મ ઉપર ઉપસર્ગ થયો! પણ ઉપસર્ગ તો જ્યાં ધર્મ હોય ત્યાં જ હોય ને!
અધર્મ ઉપર ઉપસર્ગ શો? જ્યાં ધર્મ નથી ત્યાં ઉપસર્ગ કોને? પણ ધર્મ ઉપરનો
વાતાવરણ જ્યારે એકદમ ક્ષુબ્ધ થઈ ગયું હતું, જેની ચિંતાજનક અસર સોનગઢ સુધી
પણ પહોંચી ગઈ હતી, અરે, બે–ત્રણ દિવસ તો ગંભીર ચિંતાના ઘેરા વચ્ચે કાર્યકરોએ
ખાધું ન હતું ને ઊંઘ પણ લીધી ન હતી;.... ઉત્સવનું શું થશે! એની પળેપળે ચિંતામાં
હજારો ભક્તજનો ઉદાસ હતા.... પણ.... આ તો જૈનશાસનનો મહોત્સવ! જૈનધર્મની
વીતરાગી શાંતિ પાસે અશાંતિ કેમ ટકી શકે! વાહ રે વાહ! જૈનધર્મ, તારો પ્રભાવ!
વીરનાથ પ્રભુ પધારવાની તૈયારી થઈ ને વિપત્તિના વાદળ વીંખાઈ ગયા, સુવર્ણપુરી
ફરીને આનંદથી ખીલી ઉઠી.... ઉત્સવમાં મંગલ વાજાં ગાજી ઊઠયાં.... ભક્તોનાં હૃદય
પ્રભુભક્તિથી પ્રફુલ્લિત થયા....
ભગવાનના નિર્વાણ–મહોત્સવનાં અઢી હજારમા વર્ષના અનુસંધાનમાં
આ ઉત્સવ ઉજવાય છે, અને તેમની જે દિવ્યધ્વનિ પ્રગટ થયેલી તેને
અનુસરીને ભગવાન કુંદકુંદદેવે મહાન વીતરાગી પરમાગમો રચ્યા,
અને તેના દ્વારા આ જગતને કલ્યાણ માટે ભગવાનનો સંદેશ આપ્યો;
અને તે પરમાગમોનું રહસ્ય ખોલીને પૂ. ગુરુદેવ આજ આપણને
સમજાવી રહ્યાં છે, તે પરમાગમના બહુમાન માટેનો આ મહોત્સવ છે;