:૧૮: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
ય
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને
પધાર્યા વીરપ્રભુ ભગવાન
વધાવ્યા હોંશે સૌ ગુણવાન
(ફાગણ સુદ એકમ શનિવાર તા. ર૩–ર–૭૪)
અહો, ધર્મવૃદ્ધિકરા વર્દ્ધમાન ભગવાન! પધારો પધારો પધારો. પ્રભો!
સમ્યગ્દ્રષ્ટિના જ ચિત્તના વિષયભૂત એવા આપને દેખતાં અપાર હર્ષ થાય છે.
આપ અમારી સુવર્ણપુરીમાં પધાર્યા છો–એટલું જ નહિ–અમારા ચિત્તમંદિરમાં પણ
આપ પધાર્યા છો. સુવર્ણપુરીનું આજનું પ્રભાત કોઈ અનેરું ભાસે છે. મોહના
વાદળાં વીખાઈ ગયા છે ને આનંદમય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અહા, આજે પ્રભુ
મહાવીર પધાર્યા છે. સોનગઢમાં દેશભરના ભક્તજનો ભવ્ય સ્વાગત કરી રહ્યાં
છે, નગરજનો પણ ઉમંગથી સ્વાગતમાં ભાગ લઈ રહ્યાં છે.
ખુલ્લી પ્રશાંત મુદ્રામાં ચૈતન્યતેજથી ચમકી રહેલી પ્રતિમા દેખીદેખીને
ભક્તજનો આનંદથી થાય છે કે ‘પ્રભુજી! તારા મુખડા ઉપર જાઉં વારી–વારી રે ’
વાહ! આ પ્રતિમાની મુદ્રા દેખતાં કેવળીપ્રભુની મુદ્રા યાદ આવે છે, એટલે
પરમાર્થે પોતાનો સર્વજ્ઞસ્વભાવ યાદ આવે છે! – એ જ મહોત્સવનું મહા
મંગળાચરણ છે.
ગુરુદેવ પણ હોંશે હોંશે સ્વાગતમાં પધાર્યા છે, ને પ્રસન્નતાથી કહે છે કે –
‘આજે ભગવાન પધાર્યા; મુદ્રા બહુત અચ્છી હૈ; જાણે સાક્ષાત્ ભગવાન પધાર્યા
હોય! ધર્મીનો પ્રેમ આવા ભગવાન પ્રત્યે ઝુકે છે.