Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 53

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૧૯:
પૂ. બેનશ્રી–બેન પણ હૃદયના ઉમંગથી મંગલ ભક્તિવડે પ્રભુનું સ્વાગત કરીને
વધાવતા હતાં. નગરમાં સર્વત્ર આજે આનંદનું વાતાવરણ હતું. જાણે પ્રભુજી ધીમે ધીમે
ગગનવિહાર કરીને પરમાગમમંદિરમાં પધારી રહ્યાં હોય–એવો મજાનો સ્વાગતનો
દેખાવ હતો. શાંતરસથી નીતરી રહેલી પ્રભુજીની ભવ્યમુદ્રા આનંદમય આત્મતત્ત્વનો
ઉપદેશ દેખી હતી કે અહો ભવ્ય જીવો! કષાય વગરના આવા આનંદમય ચૈતન્ય તત્ત્વને
સાધીને અમે પરમાત્મા થયા, ને તમે પણ આવા વીરમાર્ગમાં આવો....
વાહ પ્રભો! સમ્યદ્રષ્ટિ તો આપને દેખે જ છે, ને મિથ્યાદ્રષ્ટિ–ભવ્ય પણ જ્યાં
આપને દેખવા જાય છે ત્યાં તેની અતીન્દ્રિય–આંખ ઊઘડી જાય છે ને મિથ્યાત્વ દૂર થઈ
જાય છે. અહો, આવા ભગવાનનું સ્વાગત કરતાં મુમુક્ષુઓને જે આનંદ થાય તેની શી
વાત! શું કાગળ અને કલમથી એનું માપ થઈ શકે? .... ના જી.
–‘તો એનું માપ કઈ રીતે થાય?’ તે વાત ગુરુદેવ આપણને પ્રવચનમાં સમજાવે
છે.... કે ઈન્દ્રિયોથી પાર એવા જ્ઞાનસ્વભાવની સન્મુખ થા, તો સર્વજ્ઞની સાચી
ઓળખાણ થાય, અને તને સર્વજ્ઞ જેવા આનંદનો સ્વાદ આવે.
• નિર્વિધ્ન મંગલ – મહોત્સવ •
[માહ વદ અમાસ: ફાગણ સુદ એકમ]
ઉત્સવની જોરદાર તૈયારીઓ ચાલતી હતી.... ભગવાનની પ્રતિમા પણ જયપુરથી
રવાના થઈને સોનગઢની નજીક આવી રહી હતી.... પણ....
વચ્ચે ઉપદ્રવ આવ્યો.... બે ત્રણ દિવસ તો સહુ ચિંતામાં રહ્યા; સૌના હૃદયમાં
ઊંડેઊંડે પણ વિશ્વાસ હતો કે આવા મંગલ ઉત્સવ પ્રસંગે ધર્મ ઉપરનો ઉપદ્રવ ટકી
શકે જ નહિ. બધાયના હૃદય મુંગામુંગા પણ દિનરાત જિનદેવની પ્રાર્થના કરતા
હતા.... તેમાંય જ્યારે વીરનાથ ભગવાન સોનગઢની નજીક આવી ગયા.... ત્યારે તો
જાણે શાસનનું ધર્મચક્ર જ દોડયું આવતું હોય તેમ વાતાવરણમાં એકાએક પરિવર્તન
થવા માંડ્યું.... વિરોધીઓના હૃદય પલટવા લાગ્યા.... ને માહ વદ અમાસની બપોરે
દોઢ વાગ્યે તો બધું વાતાવરણ સાફ થઈ ગયું; ગુરુદેવના પ્રસન્નચિત્તભર્યા ઉદ્ગારો
સાંભળીને સર્વત્ર હર્ષભર્યા જયજયકાર થવા લાગ્યા. જો આ ઉપદ્રવ સોનગઢના
ઈતિહાસમાં અજોડ હતો.... તો એનું નિવારણ થતાં સૌના હૈયામાં જે હર્ષ છવાયો તે
પણ અજોડ હતો. ગામના આગેવાનો પણ ઉત્સવ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત
કરતા હતાં.