Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 53

background image
:૨૦: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
ફરી ઉત્સવની આનંદભરી તૈયારીઓથી આખું સોનગઢ ગાજવા લાગ્યું.... ફાગણ
સુદ એકમે અદ્ભુત આનંદભર્યા હર્ષોલ્લાસથી ભગવાન વર્દ્ધમાનદેવનું સ્વાગત કરતાં
મુમુક્ષુજનોનાં તો હૈયા ઉલ્લસતા હતા; અને ગામનાં લોકો પણ હરખનાં હીલોળે ચડયા
હતા. અહો પ્રભુ મહાવીર! અતીન્દ્રિય શાંતિના પિંડ એવા આપ જ્યાં પધારો ત્યાં સર્વત્ર
શાંતિ પ્રસરે એમાં શું આશ્ચર્ય છે!
આજનું ગુરુદેવનું બપોરનું પ્રવચન પણ શાંતરસભરેલું, વૈરાગ્યભાવક્ષી નીતરતું
ને ચૈતન્યપ્રત્યે ઉલ્લાસપ્રેરક હતું, અહો, જ્ઞાનસ્વરૂપે તો બધા આત્મા સમાનધર્મી છે–
સાધર્મી છે, તેમાં કોઈ પ્રત્યે વેરવિરોધ ક્્યાં રહે છે! અરે, આવા આત્માની આરાધના
કરવી એ ધર્મીનું કામ છે. આવી આરાધના તે ધર્મનો મંગલ મહોત્સવ છે, ને તે નિર્વિધ્ન
છે. ચૈતન્યના આરાધકને બહારના કોઈ વિધ્ન નડતા નથી.
• મંગલ – આશીર્વાદ •
(સમયસાર કળશ: ર૭૬)
બપોરે શાંતરસગંભીર પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે ચૈતન્યચમત્કારને જયવંત
કહીને તેનું સર્વોત્કૃષ્ટપણું બતાવ્યું તે મંગળ છે. અચલ ચેતનારૂપ થયેલો આત્મા જયવંત
હો–એમ કહીને છેલ્લે આશીર્વાદ સહિત આચાર્યદેવ સમયસાર પૂરું કરે છે. આ
‘આત્મખ્યાતિ’ દ્વારા આત્મામાં ચૈતન્યભાવરૂપ જે જ્ઞાનજ્યોતિ પ્રકાશિત થઈ તે સર્વ
પ્રકારે સદા જાજવલ્યમાન રહો. –અહો, આવી ચૈતન્યજયોત પ્રગટી તેમાં ઉપદ્રવ કેવો?
આનંદમય ચૈતન્યજયોતમાં ધર્મીને કોઈ ઉપદ્રવ નથી. અહો, ચૈતન્ય રત્નનો દીવડો, એને
પવનના વાવાઝોડાં ડગાવી શકે નહિ; તેમ જગતમાં સંયોગના વાવાઝોડાં ચૈતન્યના
સાધકને ડગાવી શકે નહીં.
અહો, આવો ચૈતન્યઆત્મા એકલા અનુમાનથી કોઈના જાણવામાં આવે–
એવો નથી; એ તો અતીન્દ્રિયસ્વસંવેદન–પ્રત્યક્ષ છે. ને આવા આત્માનું સ્વસંવેદન
તે આ સમયસારનો સાર છે. અહો, અમૃતચંદ્રઆચાર્ય આવા સ્વસંવેદનરૂપે
પરિણમેલા સાધક આત્માને મંગલ આશીર્વાદ આપે છે કે હે આત્મા! હવે તું આવા
સ્વસંવેદનના ચૈતન્યપ્રકાશથી નિરંતર સર્વ તરફથી ઝળહળતો રહેજે....
અપ્રતિહતભાવે કેવળજ્ઞાન લેજે.
વાહ રે વાહ! જુઓ આ સમયસારનું ફળ! સમયસારમાં તો વીતરાગીસંતોની
વાણી છે; જેના હૃદયમાં એની ચોટ લાગી તે તો ન્યાલ થઈ ગયા.