ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૧:
• ધર્માત્માનો પ્રેમ ભગવાન પ્રત્યે ઝુકે છે •
(ફાગણ સુદ એકમે મહાવીરપ્રભુ પધાર્યા પછીનું પ્રવચન)
મહાવીર ભગવાનનું સ્વાગત કરતાં પ્રમોદભાવથી ગુરુદેવ કહે છે કે ભગવાન
મહાવીર પરમાત્મા પૂર્ણાનંદને પ્રાપ્ત કરીને મોક્ષ પધાર્યા છે, તેમની અહીં સ્થાપના
થવાની છે; તેમના પ્રતિમા આજે અહીં પધાર્યા છે સમ્યગ્દ્રષ્ટિ જ ભાવનિક્ષેપના
જ્ઞાનપૂર્વક સ્થાપના કરે છે. સમ્યગ્જ્ઞાનપૂર્વક ભગવાનને જેણે પોતાના જ્ઞાનમાં
સ્થાપ્યા તે જીવ ભગવાનના માર્ગ માં આવ્યો.
નય તે સમ્યગ્જ્ઞાનનો ભેદ છે; ને નયનો વિષય તે નિક્ષેપ છે; તેમાં
પ્રતિમાજીમાં ભગવાનની સ્થાપનાનો સાચો નિક્ષેપ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. પં.
બનારસીદાસજી કહે છે કે જેના અંતરમાં સુદ્રષ્ટિની લહેરો ઊઠી છે, મિથ્યાત્વનો
જેને નાશ થયો છે, અને જેની ભવસ્થિ્તિ થોડીક જ બાકી છે એવો જીવ
‘જિનપ્રતિમા પ્રમાણે જિનસારખી’ . અહો, જિનેન્દ્રદેવની મૂર્તિ સાક્ષાત્
જિનેન્દ્રદેવસમાન શોભે છે.
‘ભગત’ એટલે ભગવાનનો ભક્ત, સમ્યગ્દ્રષ્ટિ; તેને પોતાના પૂર્ણ
પરમાત્મસ્વરૂપને અનુભવતાં સમ્યગ્દર્શન થયું, તેણે પરમાત્માને સાચા સ્વરૂપે
ઓળખ્યા, ને તે જ તેની સાચી સ્થાપના કરી શકે છે. ગુરુદેવ પ્રમોદથી કહે છે કે
વાહ! જે મુદ્રા જોતાં કેવળીપ્રભુનું સ્વરૂપ યાદ આવે છે, એટલે પરમાર્થે પોતાનો
સર્વજ્ઞસ્વભાવ યાદ આવે છે–એ મહોત્સવનું મંગલાચરણ છે. આવા
સર્વજ્ઞસ્વભાવને પ્રતીતમાં લેતાં સમ્યગ્દર્શનરૂપી બીજ ઉગી, તે વધીને હવે
કેવળજ્ઞાનરૂપ પૂનમ થશે જ.
સમંતભદ્રમહારાજ કહે છે કે પ્રભો! આપની સર્વજ્ઞતાનું એવું અદ્ભુત
બહુમાન આવે છે કે મને તેની ભક્તિનું વ્યસન થઈ ગયું છે.... આપની સર્વજ્ઞતા
દેખતાં જ મારી ભક્તિ ઊછળી જાય છે. આપને ઓળખનાર સમ્યગ્દ્રષ્ટિ જ આપની
સાચી સ્તુતિ કરે છે.
સભાજનોના અત્યંત હર્ષોલ્લાસ વચ્ચે, જિનમુદ્રાના મહિમાપૂર્વક ગુરુદેવ કહે
છે: અહો, આજે ભગવાન પધાર્યા; મુદ્રા બહુત અચ્છી હૈ,.... જાણે સાક્ષાત્ ભગવાન
બિરાજતા હોય! ધર્મીનો પ્રેમ આવા વીતરાગ ભગવાન પ્રત્યે ઝુકે છે.
જેમ ભગવાનની પ્રતિમા પૂજય છે, તેમ તે ભગવાનની વાણી પણ પૂજય છે.
તે વાણી સર્વજ્ઞતાને અનુસરનારી છે. અહીં પરમાગમમંદિરમાં એવી જિનવાણીની