Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 53

background image
:૨૨: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
સ્થાપનાનો આ મહોત્સવ છે. વીતરાગી જિનપ્રતિમાને અને જિનવાણીને દેખતાં
ધર્મીજીવને આહ્લાદ થાય છે, ને તેનાં પરિણામ ઉજળા થાય છે.
ભાવપ્રાભૃતની ૯૭ મી ગાથાના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે પરથી ભિન્ન
ચિદાનંદસ્વરૂપ આત્મા પોતાના એકત્વમાં શોભે છે. ‘આતમરામ અવિનાશી આવ્યો
એકલો....’ ચિદાનંદી આત્મા શાશ્વત એકલો છે, તે નવે તત્ત્વોમાં શ્રેષ્ઠ છે, ને તે જ
આનંદની ઉત્પત્તિનું ધામ છે; તેને હે ભવ્ય! તું અંતર્મુખ થઈને ભાવ.
આવા આત્માની ભાવના કરનાર જીવ જ્ઞાયકભાવમાં ભડવીર છે, આત્માને
સાધવામાં તે ‘બહાદુર’ છે–શૂરવીર છે, તે વીરના માર્ગે ચાલનારો છે, અહો, મહાભાગ્યે
ભગવાનના ઘરની આ વાત અહીં સોનગઢના પાદરમાં આવી છે. આ તો આત્માના
અધ્યાત્મધર્મની વાત છે, આવા આત્માને જાણીને તેની ભાવના કરવી તે મંગલ
મહોત્સવ છે.
• • •
(ફા. સુ. ૧) પ્રવચન પછી મહાવીરપ્રભુ પરમાગમમંદિરમાં પધાર્યા. પગથિયા
ઉપર પગ મુકયા વગર પ્રભુજી પરમાગમમંદિરમાં પ્રવેશ્યા તે દ્રશ્ય દેખીને પ્રભુના
ગગનવિહારનું દ્રશ્ય યાદ આવતું હતું, ને આનંદ થતો હતો ભક્તમંડળની ભક્તિના
ઉલ્લાસથી પરમાગમમંદિર ઉભરાઈ રહ્યું હતું. (સવા પાંચ ફૂટના જિનપ્રતિમા લગભગ
૧૧ર મણ વજનના હોવાથી વિશેષ હેરફેરની તકલીફ ન પડે તે માટે પરમાગમમંદિરમાં
જ બિરાજમાન કર્યા હતા, ને તે પ્રતિમા ઉપરની વિધિ ત્યાં જ થઈ હતી. બાકીનાં
સમસ્ત વિધિવિધાન પ્રતિષ્ઠા મંડપમાં થયા હતા. ભવ્ય પ્રતિષ્ઠામંડપ મુખ્ય રસ્તા ઉપર,
બોર્ડિંગને અડીને જ આવેલ હતો એનું નામ હતું વર્દ્ધમાનનગર.
• ઉત્સવનાં મંગલ સંભારણાં આનંદથી વાંચો •
આ મંગલ–ઉત્સવનાં આઠ દિવસ દરમિયાન દરરોજની પત્રિકા
પ્રગટ થયેલી; તેમાં પૂ. ગુરુદેવના પ્રવચનની પ્રસાદી, તથા ઉત્સવના
ઉમંગભર્યા પ્રસંગોનો આંખે દેખ્યો અહેવાલ આપવામાં આવેલ છે.
બહારગામ આપના સંબંધીઓને પણ પત્રિકા મોકલવાની વ્યવસ્થા છે.
સૌને વાંચતાં આનંદ થાય, ને દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિની ઉર્મિ
જાગે તેવું લખાણ છે. કેટલાંક સુંદર ચિત્રો પણ છે. પાનાં ૧૦૦ કિંમત
સવારૂપિયો. (પોસ્ટેજ ફ્રી)
સંપાદક: આત્મધર્મ, સોનગઢ