ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૩:
પધાર્યા સીમંધર ભગવાન. છવાયા હર્ષાનંદ મહાન.
(ફાગણસુદ બીજ : જિનમંદિરની ૩૪ મી વર્ષગાંઠ)
સોનગઢ તો જાણે સીમંધરભગવાનું ધામ!
આ કાળે સીમંધરપરમાત્માની ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધિ સોનગઢથી જ થઈ છે.
આવા સોનગઢમાં આવડો મોટો ધર્મોત્સવ થતો હોય ત્યારે સીમંધરપ્રભુજી
પધાર્યા વગર કેમ રહે! ઉત્સવ તો ફાગણ સુદ પાંચમે શરૂ થતો હતો, પણ ભક્તોના
વહાલા પ્રભુજી તો ત્યારપહેલાંં ફાગણ સુદ બીજે જ પધારીને સુવર્ણપુરીમાં બિરાજયા.
સં. ૧૯૯૭ના ફાગણ સુદ બીજે સોનગઢ–જિનમંદિરમાં સીમંધરપ્રભુની પ્રતિષ્ઠા
થઈ.... તેને આ ફાગણ સુદ બીજે ૩૩ વર્ષ પુરા થઈને ૩૪ મું વર્ષ બેઠું છે. અહા, પ્રભુજી
પધાર્યા પછી કેવી અદ્ભુત ધર્મપ્રભાવના થઈ રહી છે! વિદેહીનાથની વાણી સોનગઢના
સંતોના જીવનમાં ગુંથાયેલી છે.... તેનાં પ્રતાપે આજે ભરતક્ષેત્રમાં આનંદમંગળ વર્તી
રહ્યા છે, ને અનેક જીવો ધર્મ પામી રહ્યાં છે.
ભુતકાળના તીર્થંકર મહાવીર ભગવાન,
વર્તમાન તીર્થંકર સીમંધર ભગવાન,
ને ‘સૂર્ય’ જેવા તેજસ્વી ભાવી તીર્થંકર ભગવાન.
અહો, ત્રિકાળવર્તી તીર્થંકરોનો મંગળ મેળો.... આજે આપણે નજરે જોઈ રહ્યાં
છીએ.... ને તેમની મંગળ છાયામાં કલ્યાણ કરી રહ્યા છીએ.
(ફા. સુ. ર) પ્રવચનમાં મોક્ષપ્રાભૃતની ગાથા વાંચતાં ગુરુદેવે જિનમાર્ગના
મહાપ્રમોદથી કહ્યું કે અહો! ભગવાનના શાસનમાં સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષ કહ્યો છે ને
પરદ્રવ્યના આશ્રયે બંધન કહ્યું છે. માટે પરદ્રવ્યથી ને રાગાદિથી વિરકત થઈને
ચૈતન્યમય સ્વદ્રવ્યમાં રત થવું તે જિનાગમનો સાર છે.
સ્વદ્રવ્યરત મુકાય ને પરદ્રવ્યરત બંધાય છે,
આ જિનતણા ઉપદેશમાં બંધ–મોક્ષનો સંક્ષેપ છે. (૧૩)