Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 53

background image
ઈષ્ટ – સિદ્ધિના પંથે –
જેનાથી ઈષ્ટની સિદ્ધિ થાય એવો ‘ઈષ્ટઉપદેશ’ આપીને
ભગવાન વીરનાથે આપણને ઈષ્ટસિદ્ધિનો પંથ બતાવ્યો છે. આ
પંથતો જગતના બધા જીવોને માટે છે, પણ બધા જીવો આ પંથમાં
નથી આવતા...નીકટમુક્તિગામી કોઈક વિરલા જીવો જ આ પાવન
પંથમાં આવે છે...ને આ પંથમાં આવે છે તે જીવ પરમઈષ્ટ એવી
ચૈતન્યશાંતિને પામીને ન્યાલ થઈ જાય છે.
અહા, માર્ગ આજે કહાનગુરુના પ્રતાપે આપગને પ્રાપ્ત થયો
છે....કહાનગુરુએ આપણને આ ઈષ્ટમાર્ગમાં લીધા છે. જીવને
આવા ઈષ્ટમાર્ગની પ્રાપ્તિ એ જ કલ્યાણનો સૌથી મોટો ઉત્સવ છે.
તીર્થંકરોના પંચકલ્યાણક હો કે તીર્થંકરોનો ઉપદેશ હો, –તે પણ
આવા આત્મકલ્યાણ અર્થે જ ઉપકારી છે.
સાધર્મી બંધુઓ, કલ્યાણના આવા મહાન અવસરને
પામીને, હવે એકક્ષણ પણ ગુમાવ્યા વગર ઈષ્ટસિદ્ધિના પંથે પગલા
માંડવાનું શરૂ કરી દેવું–તે મુમુક્ષુનું કામ છે. ઘણું જીવન વીત્યું...ઘણાં
વરસ વીત્યા...ઘણાં ભવ વીતી ગયા...ગઈ સો ગઈ...પણ હવે
સુખનો ખજાનો ને શાંતિનો સમુદ્ર હાથમાં આવ્યા પછી દુઃખમાં ને
અશાંતિમાં એકક્ષણ પણ કોણ રહે? અહા! દેખો તો સહી,
ચૈતન્યત્ત્વની મધુરતા કેવી અદ્ભુત છે! કેવું નિસ્પૃહ, શાંતને
એકત્વથી તે શોભી રહ્યું છે! દૂર નથી, ઢાંકેલું નથી...પોતે જ
પોતાનો સાક્ષાત્કાર કરનારું સત્ સ્વધમાન તત્ત્વ છે. તે સત્માં
સર્વસ્વ છે. સ્વાનુભવમાં તેની સિદ્ધિ છે. સ્વાનુભૂતિરૂપ જૈનશાસન
જયવંત છે.
તે શાસનના પ્રણેતા તીર્થંકરભગવંતોને નમસ્કાર હો.