શ્રી પરમાગમ–મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ – વિશેષાંક
વાર્ષિક વીર સં. ૨૫૦૦
લવાજમ ફાગણ
ચાર રૂપિયા MAR.1974
અહો, વીતરાગી દેશ–શાસ્ત્ર–ગુરુના મંગલમય
સન્દેશને જગતમાં ફેલાવનાર, રત્નત્રય જેવા ત્રણ
શિખરોથી શોભતું આ પરમાગમ–મંદિર આજે ખુલ્લું થયું છે.
ભવ્યજીવો! આવો....આવો! આનંદથી આવો.... ને
પરમાગમમાં ભરેલો વીતરાગી શાંત ચૈતન્યરસ પીઓ....
ખૂબ ખૂબ પીઓ.
ગુરુદેવ કહે છે કે અહો! ‘વિમલાચલ’ ઉપરથી
વીરનાથ ભગવાને જે વિમલ સન્દેશો આપ્યો તે જ સન્દેશ
કુન્દકુન્દાચાર્યદેવે પરમાગમદ્વારા જગતને આપ્યો છે. અહો,
આત્માનો આનંદ જેનાથી પમાય એવો વીરનાથનો માર્ગ
જયવંત છે.
જ્યાં વીરપ્રભુનાં વહેણ છે, કુંદકુંદપ્રભુનાં કહેણ છે;
મીઠાં અમૃત વેણ છે, શ્રી જિનાગમ જયવંત છે.