Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 53

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૭:
• મોક્ષના કારણરૂપ ભેદવિજ્ઞાને અભિનંદન •
• ભેદજ્ઞાન મંગળરૂપ છે. •
ચૈતન્યના કોઈ અદ્ભુત ઉલ્લાસપૂર્વક પ્રવચન શરૂ કરતાં ગંભીરધ્વનિથી ગુરુદેવે
કહ્યું:– આજે મંગલ મહોત્સવ શરૂ થાય છે. ભગવાન સીમંધર પરમાત્મા
મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે; ત્યાં કુંદકુંદાચાર્યદેવ પધાર્યા હતાં. તેમને શુદ્ધાત્માના
આનંદનું પ્રચુર સ્વસંવેદન હતું. આનંદનું વેદન તો સમ્યગ્દ્રષ્ટિનેય હોય છે, પણ
મુનિવરોને તો આત્મામાં લીનતાપૂર્વક ઘણું સ્વસંવેદન હોય છે. આવા આચાર્યભગવાને
સમયસાર વગેરે પરમાગમો રચીને જગતના જીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે, તેમાંથી
મહામંગળરૂપ સમયસારનો સંવર અધિકાર વંચાય છે. રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ
કેમ કરવો તે આચાર્યદેવ બતાવે છે:–
उवओगे उवओगो कोहादिसु णस्थि को वि उवओगो।
कोहो कोहे चेव हि उवओगे णस्थि खलु कोहो।।१८१।।
ઉપયોગસ્વરૂપ આત્મા ક્રોધાદિ પરભાવોથી તદ્ન જુદો છે. ભગવાન આત્મા
આનંદસ્વરૂપ છે, ક્રોધાદિભાવો દુઃખરૂપ છે;–આમ બંનેની અત્યંત ભિન્નતા જાણીને
શુદ્ધાત્માનો અનુભવ કર્યો તેણે સમસ્ત જિનશાસનને જાણી લીધું. આવા આત્માને
જાણીને ભેદજ્ઞાન કરવું તે પરમાગમનો સાર છે, તે મંગળરૂપ છે. આચાર્યદેવ કહે છે કે
અહો! સવંકર્મના ક્ષયના ઉપાયભૂત આ ભેદવિજ્ઞાન અભિનંદનીય છે.
જુઓ, માંગળિકમાં ભેદજ્ઞાનની અપૂર્વ વાત આવી છે. ઉપયોગસ્વરૂપ આત્માને
પોતાના શુદ્ધ ઉપયોગ સાથે તન્મયપણું છે, પણ ક્રોધાદિ સાથે તન્મયપણું નથી. જેમ જડ
અને ચેતનનું સ્વરૂપ અત્યંત ભિન્ન છે, તેમ ક્રોધાદિ અને ચૈતન્યનું સ્વરૂપ પણ અત્યંત
ભિન્ન છે.
હિંદી–ગુજરાતી–મરાઠી વગેરે અનેક ભાષા–ભાષી હજારો શ્રોતાજનોથી ભરચક
સભા અનેક ત્યાગીઓ, વિદ્ધાનો ને નેતાગણોથી શોભી રહી છે, ચૈતન્યના શાંતરસનું
પાન કરવા સૌ આતુર છે... ગુરુદેવ ચૈતન્યરસ પીવડાવતાં કહે છે કે: વિદેહીનાથ
સીમંધર ભગવાન, તથા ભરતક્ષેત્રના મહાવીરભગવાન, તે સર્વજ્ઞ પરમાત્માએ
દિવ્યધ્વનિમાં જે કહ્યું તે જ સંદેશ કુંદકુંદાચાર્યદેવ જગતને સંભળાવી રહ્યા છે. (અને
આપણે પણ