Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 53

background image
:૨૮: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
શ્રી ગુરુ મુખેથી એ સંદેશ સાંભળીને ચૈતન્યરસનું પાન કરીએ છીએ.) અહો,
સંતોએ મારગડા સહેલા કરી દીધા છે.
ગુરુદેવ પ્રવચનમાં સમયસારની સાથે ઘડીકમાં પ્રવચનસાર, ઘડીકમાં નિયમસાર,
પંચાસ્તિકાય વગેરે વિવિધ પરમાગમોનો આધાર આપે છે; ને કુંદકુંદપ્રભુની સાથે સાથે
સમંદતદ્રસ્વામી, ધનસેનસ્વામી, પૂજયપાદસ્વામી, અમૃતચંદ્રસ્વામી વગેરે દિગંબર
મુનિભગવંતોને પણ પદેપદે પરમ ભક્તિથી યાદ કરતા જાય છે. અહો, આ તો
આત્મરંજનની રીત છે; આત્મા કેમ રાજી થાય ને આત્મા કેમ આનંદિત થાય–એવો
માર્ગ દિગંબર સંતોએ પ્રસિદ્ધ કર્યો છે. ભગવાન! શાંત થઈને તું સમજ!
સીમંધરનાથ અમ મંદિરે બિરાજિયા, દિવ્યધ્વનિના નાદ કુંદકુંદ લાવિયા;
એના રહસ્ય કહાનગુરુ એ ખોલિયા, ચૈતન્યરસના સ્વાદ ચખાડીયા.
આગમના મંદિરિયે વીરનાથ પધારિયા, સૌ ભક્તજનોએ હરખે વધાવિયા;
કુંદકુંદદેવ જિનવૈભવ લાવિયા, પદ્મ–અમૃતદેવે અમૃત પીવડાવિયા.
H શ્રી જિનેન્દ્ર – ભગવાની સ્તુતિ H
(પદ્મનન્દીપચ્ચીસીમાંથી શ્રી ઋષભજિનસ્તોત્ર ઉપર પ્રવચન: ફાગણ સુદ ૬)
ભગવાનની સ્તુતિ કરતાં સૌથી પહેલાંં પદ્મનન્દીસ્વામી કહે છે કે જય
ઋષભનાભિનન્દન
.... નાભિરાજાના નંદન ભગવાન ઋષભદેવનો જય હો. અથવા ધર્મથી જે શોભે
છે એવા (વૃષ–ભ) તીર્થંકર ભગવંતોનો જય હો.
આવા જયકારપૂર્વક ભગવાનની સ્તુતિનો પ્રારંભ કરે છે. અહો, સર્વજ્ઞ
ભગવાનના જ્ઞાનની પ્રતીત જેને અંતરના અનુભવથી આવી, તેને જ્ઞાનની બીજ ઊગી.
પ્રવચનસાર ગાથા ૮૦ માં આચાર્ય કુંદકુંદસ્વામી કહે છે કે, અરિહંત ભગવાનના
આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને જે ઓળખે છે. તે જીવ આત્માના શુદ્ધસ્વરૂપને
ઓળખે છે, ને તેનો દર્શનમોહ નાશ થઈને તે જરૂર સમ્યગ્દર્શન પામે છે. ને પછી
શુદ્ધોપયોગવડે રાગાદિને પણ હણીને કેવળજ્ઞાની થાય છે. અનંત તીર્થંકરો આવા
ઉપાયથી કેવળજ્ઞાન પામીને મુક્ત થયા, ને જગતના જીવોને પણ મોહક્ષય માટે તે જ
ઉપાય ઉપદેશ્યો. અહો! આવા તીર્થંકર ભગવંતોને અને તેમના માર્ગને નમસ્કાર હો.