Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 53

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૨૯:
દિવ્યધ્વનિમાં તીર્થંકર ભગવંતોએ, એમ ફરમાવ્યું છે કે હે જીવ! અમારા શુદ્ધ
ચૈતન્યરૂપ દ્રવ્ય–ગુણ–પર્યાયની સાથે તું તારા આત્માની મેળવણી કરીશ તો તને જ્ઞાન
અને રાગનું ભેદજ્ઞાન થઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જરૂર હોગી... હોગી ને હોગી!
સમંતભદ્રસ્વામી પણ સર્વજ્ઞપરમાત્માની સ્તુતિ કરતાં કહે છે કે અહો પ્રભો!
અમને આપની સ્તુતિની ટેવ પડી ગઈ છે (વ્યસન થઈ ગયું છે), એટલે સર્વજ્ઞતા
દેખતાં જ તેનાં પ્રત્યે બહુમાનનો ભાવ ઉલ્લસી જાય છે.
જુઓ, ધર્મી જીવને અંતરમાં આત્માના અનુભવથી રાગ વગરની શાંતિનું વેદન
વર્તેં છે, ને વચ્ચે શુભરાગ આવે છે તે રાગમાં આકુળતાનું વેદન પણ છે; તે રાગને
દુઃુખરૂપ જાણે છે. શુભરાગ તે પણ કાંઈ શાંતિની જાત નથી, પણ ધર્મીને રાગનું વેદન
હોય જ નહિ એવું નથી.
અહો, આ તો સર્વજ્ઞપરમાત્માને ઓળખીને તેમના ગુણના બહુમાનરૂપ ભક્તિની
વાત છે. નિશ્ચય–વ્યવહારની સંધિ સહિતની આવી અપૂર્વ ભક્તિ ધર્માત્માને જ હોય છે.
ધર્માત્મા જ સર્વજ્ઞપરમાત્માને સાચા સ્વરૂપે ઓળખે છે.
સમ્યગ્દ્રષ્ટિ અંતરની અભેદ અનુભૂતિમાં એમ અનુભવે છે કે જ્ઞેય–જ્ઞાતાસ્વરૂપ હું
એક છું. ! અહા! જેની આંખ ખુલ્લી છે તેને તો પરમાત્મા અંદર હાજરાહજૂર ખડા છે.
સર્વજ્ઞભગવાન પોતાના વીતરાગરસમાં લીન છે; ત્યાં ભક્ત કહે છે કે હે પ્રભો!
આપ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યવંત છો. કોઈ પ્રત્યે આપને રાગ–દ્વેષનો ભાવ નથી. આવું
જે રાગ–દ્વેષ વગરનું વીતરાગપણું તે જ જગતપ્રત્યેનું પરમાર્થ વાત્સલ્ય છે. હે ભગવાન!
અમારા અનંત ગુણ–રત્નોને પ્રગટ કરવા માટે આપ ખજાના છો. ચૈતન્યના અદ્ભુત
ખજાના આપે અમને બતાવ્યા છે.
(અહા, ઋષભ તીર્થંકર થયા તેને તો અસંખ્ય વર્ષ વીતી ગયા; પણ અત્યારે
તેઓ નજર સામે હાજરાહજુર બિરાજમાન હોય–એવા ભાવથી શ્રી કાનજીસ્વામી તેમની
પરમ ભક્તિ વર્ણવી રહ્યાં છે, ને દશેક હજાર જેટલા શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને
ભક્તિરસમાં ઝૂલી રહ્યા છે. ખરેખર, જિનેન્દ્રભક્તિનો ને આત્મકલ્યાણનો આ કોઈ
અનેરો સોનેરી અવસર આવ્યો છે.)
ઉપયોગસ્વરૂપ, સર્વજ્ઞસ્વભાવી આત્મા, અને તેની પૂર્ણતાને પામેલા સર્વજ્ઞદેવ,
તેનું સ્વરૂપ ધર્મી જીવ ઓળખે છે. ઈંદ્રિયજ્ઞાનથી કે રાગથી તે ઓળખાય તેવો નથી.
પ્રવચનસારમાં અલિંગ ગ્રહણના ર૦ બોલમાં તેનું અદ્ભુત વર્ણન છે.