Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 53

background image
:૩૦: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
• ઋષભજિન – સ્તોત્રની ગાથાઓના અર્થ •
(૬) હે સર્વજ્ઞ, હે જિનેશ! જ્યારે આપ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં હતા ત્યારે તે
વિમાનની જેવી શોભા હતી, તે શોભા આપ આ પૃથ્વીતલ પર પધારતાં આપનાં
વિયોગથી ઉત્પન્ન થયેલ દુઃખને લીધે નષ્ટ થઈ ગઈ, એમ હું શંકા (અનુમાન) કરું છું.
(૭) હે જિનેશ્વર! આપ જ્યારે આપ પૃથ્વીતલ ઉપર અવતર્યા ત્યારે
નાભિરાજાના ઘરમાં ઘણા કાળ સુધી આકાશમાંથી વસુની ધારા અર્થાત્ ધનની વર્ષા
થઈ, તેને લીધે આ પૃથ્વી ‘વસુમતી’ થઈ.
(૮) હે પ્રભો, હે જિનેન્દ્ર! આપ મરૂદેવી માતાના ગર્ભમાં સ્થિત થયા તેથી
તે મરૂદેવી માતાના ચરણ ઈન્દ્રાણી અને દેવો દ્વારા નમસ્કૃત થયા, અને જેટલી
પુત્રવતી સ્ત્રીઓ હતી તે બધાયમાં મરૂદેવીનું જ પદ સૌથી પ્રથમ થયું. (હે
વીરનાથ! આપ ત્રિશલામાતાના ગર્ભમાં પધાર્યા, તેથી ત્રિશલામાતા પણ જગતમાં
પૂજય બન્યા.)
(૯) હે જિનેન્દ્ર, હે પ્રભો! જે વખતે આપને લઈને ઈન્દ્ર મેરૂપર્વત તરફ ચાલ્યા
અને આપને ગોદમાં બેઠેલા તેણે દેખ્યા, તે વખતે તેનાં નેત્રોનું અનિમેષપણું
(ટમકારરહિતપણું) તેમ જ અનેકપણું સફળ થયું. (હે ચૈતન્યદેવ! બહારનાં હજાર
નેત્રોવડે પણ તારું રૂપ દેખી શકાતું નથી; તારું રૂપ તો ચૈતન્યના અતીન્દ્રિયચક્ષુવડે જ
દેખી શકાય છે;–આવું અદ્ભુત તારું રૂપ ધર્મી જીવો જ દેખે છે.)
(૧૦) હે પ્રભો, હે જિનેન્દ્ર! મેરૂપર્વત ઉપર જ્યારે આપનો જન્માભિષેક થયો
ત્યારે તે અભિષેકના જળના સંબંધથી મેરુને તીર્થપણું પ્રાપ્ત થયું, અને તેથી જ સૂર્ય–ચન્દ્ર
વગેરે સદાય તે મેરૂપર્વતની પ્રદક્ષિણા કર્યાં કરે છે. (પ્રભુ! હાલતાં–ચાલતાં અમે તો
સર્વત્ર આપનો જ મહિમા દેખીએ છીએ.... હરતાં ફરતાં પ્રગટ હરિ દેખું રે....)
સોનગઢ–દિગંબર જૈન પરમાગમ–મંદિરમાં મહાવીરપ્રભુની, કુંદકુંદસ્વામીના
ચરણની અને પંચ–પરમાગમ ભગવંતોની સ્થાપનાના ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવના પ્રારંભમાં, ફાગણ સુદ પાંચમે આનંદસૂચક એવું ‘નાંદી–વિધાન’ થયું
હતું; ‘મંગલ–કુંભ’ ભગવાનના માતા–પિતાને ત્યાંથી વાજતે ગાજતે લાવીને,
પ્રતિષ્ઠા મંડપમાં સ્થાપન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌધર્મ વગેરે ૧૬ ઈંદ્રો,
કુબેર તથા માતા–પિતાની સ્થાપના થઈ હતી. આ સ્થાપનાનો લાભ નીચેના
મુમુક્ષુઓને મળ્‌યો હતો–