Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 53

background image
:૩૨: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
ઈન્દ્રોએ જિનવાણીમાં જે સાંભળ્‌યું તે આપણે શ્રીગુરુમુખેથી સાંભળીએ–
(પ્રવચન: સમયસાર સંવર – અધિકાર)
ઉપયોગસ્વરૂપ આત્મા છે, તે ઉપયોગમાં જ છે, તે ક્રોધાદિમાં નથી.
ઉપયોગને અને ક્રોધાદિને અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતાનું ભાન કરવું તે
સંવર–ધર્મની રીત છે.
ઉત્સવ વખતે પ્રવચનમાં સંવર–અધિકાર વંચાયો; જોગાનુજોગ,
પરમાગમમંદિરમાં સ્થાપિત થયેલા કુંદકુંદાચાર્યદેવના ભવ્ય ચિત્રમાં આરસમાં તેઓશ્રી
સમયસાર લખી રહ્યા છે તેનું જે દ્રશ્ય છે તેમાં પણ તેઓશ્રી ‘સંવર–અધિકાર’ જ લખી
રહ્યા છે... જાણે અત્યારે તેઓશ્રી સંવર–અધિકાર સંભળાવીને ઉત્સવમાં આવેલ
ભવ્યજીવોને ભેદવિજ્ઞાન કરાવી રહ્યા હોય! એવો ભાવ તે ચિત્રપટમાંથી નીતરી રહ્યો
છે. તેના ભાવો ખોલતાં ગુરુકહાન કહે છે કે –
પ્રભો! તારો આત્મા કેવો છે? તેની આ વાત છે. તારી ચૈતન્યસત્તા પરથી તો
જુદી છે, ને તારી ચૈતન્યસત્તા ક્રોધાદિ થી પણ જુદી છે. જો ચૈતન્યસત્તા રાગથી જુદી ન
હોય ને બંને એક હોય તો આત્માને રાગથી ભિન્ન અનુભવી શકાય જ નહિ. પણ
રાગની સત્તાથી જુદી ચૈતન્યસત્તારૂપે આત્મા અનુભવમાં તો આવે છે. આ રીતે બંનેની
સત્તા ભિન્ન છે.
અહો, તારી આવી ચૈતન્યસત્તાને જાણતાં તને મહાન આનંદ થશે. માટે તેનો પ્રેમ
કર, આચાર્યદેવ કહે છે કે –
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
હે જીવ! તું જ્ઞાનસ્વરૂપ આત્મા.... તારી જ્ઞાનદશામાં તન્મય છો, રાગમાં તું
તન્મય નથી. રાગને અને જ્ઞાનને એકસત્તાની સિદ્ધિ નથી. કુંદકુંદાચાર્ય મહારાજ ફરમાવે
છે કે અરે જીવ! આવું ભેદજ્ઞાન કરીને એકવાર ચૈતન્યનો સ્વાદ લે. ચૈતન્યસ્વભાવમાં
ઉપયોગના ઝુકાવથી સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન પછી સાથે જે રાગ હોય તે
જ્ઞાનમાં જણાય છે, પણ જ્ઞાન સાથે તેની તન્મયતા નથી. અરે, કેવળજ્ઞાન લેવાની
તાકાત જેનામાં છે, અખંડ પ્રતાપથી શોભતી જેની પ્રભુશક્તિ છે, તેને રાગથી ભિન્નતાનું
ભેદજ્ઞાન કરવાનું કઠણ પડે – એ વાત કેમ શોભે? ચૈતન્યની શૂર–