ચૈતન્યવસ્તુને અત્યારે નહિ સમજ તો ક્્યારે સમજીશ!
સાધર્મીજનોને ચૈતન્યનો કેવો રસ છે! વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ હજારો માઈલ દૂરથી
આ ચૈતન્યરસ પીવા તેઓ અહીં આવ્યા છે. નાના ગામડામાં સવગડ–અગવડના
વિચારને એકકોર મુકીને જૈનશાસનના મહોત્સવને શોભાવવા અને આત્માના શાંત
રસનું પાન કરવા આ સાધર્મીજનોનો મેળો ભરાયો છે... અત્યારના કાળમાં
જિનભક્તોનું આવું દ્રશ્ય જોવા મળવું તે લહાવો છે... ખરેખર! જૈનધર્મપ્રભાવ દેખીને
ધર્મી જીવોનું હૈયું હર્ષથી નાચી ઊઠે છે.
સત્તાનું એકત્વ–વિભક્ત સ્વરૂપ આ સમયસારમાં અમે નિજવૈભવથી દેખાડીએ છીએ, તે
તું અંદરના તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. જુઓ ભાઈ, ઉત્સવમાં પણ ખરૂં કરવાનું
તો આ જ છે. રાગના સ્થાને રાગ હો, પણ આ સમ્યગ્દર્શન અને ભેદવિજ્ઞાન કર્યાં વગર
મોક્ષનો માર્ગ હાથમાં આવે તેમ નથી. સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનવડે મોક્ષમાર્ગ પ્રગટે છે,
તે જ મોટો મંગલ મહોત્સવ છે.
૧૪૩ ગુણો) પ્રત્યે બહુમાનથી અર્ઘ ચડાવવામાં આવે છે.
મીઠાં અમૃત વેણ છે, શ્રી જિનાગમ જયવંત છે.
વિદેહીનાથની વાણી છે, એમાં ચૈતનરસની લાણી છે,
શ્રી કહાનગુરુએ જાણી છે, સૌ ભવ્યોને વ્હાલી છે.