Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 53

background image
:૩૪: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
• મંગલ મહોત્સવનાં મીઠાં સંભારણાં •
સોનગઢમાં ફાગણ સુદ પાંચમથી તેરસ સુધી ઉજવાયેલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવનું આનંદકારી વર્ણન આપ વાંચી રહ્યા છો. ફાગણ સુદ પાંચમે બપોરના
પ્રવચન પછી પંચપરમેષ્ઠી–મંગલવિધાન પૂરું થયું. હવે પ્રભુના કલ્યાણક જોવા હજારો
ભક્તજનો આતુર બન્યા. ઉત્સવના શરૂઆતના જ દિવસે દેશભરમાંથી તેરહજાર જેટલા
ભક્તજનો આવી પહોંચ્યા હતાં; પછી તે સંખ્યા રોજરોજ વધતાં–વધતાં પંદર હજાર,
વીસહજાર ને છેવટે લગભગ પચીસ હજાર સુધી પહોંચી ગઈ હતી. વાહનવ્યવહારની
મોટી તકલીફો વચ્ચે પણ યાત્રિકોનાં ટોળેટોળા કોણ જાણે કઈ રીતે સોનગઢમાં ઉભરાઈ
રહ્યાં હતાં! જેમ જગતની ગમે તેવી પ્રતિકૂળતાઓની વચ્ચે પણ સમવસરણમાં પ્રવેશ્યા
પછી કોઈ પ્રતિકુળતા સતાવી શકતી નથી. તેમ ગમે તેવિ પ્રતિકૂળતા વચ્ચે પણ
સુવર્ણપુરીની ધર્મસભામાં પ્રવેશ્યા પછી કોઈ પ્રતિકૂળતા લક્ષમાં રહેતી ન હતી;
મુમુક્ષુઓને બસ એક જ લક્ષ રહેતું કે આપણા જૈનશાસનમાં વીરનાથ ભગવાને
બતાવેલું ચૈતન્યતત્ત્વ કેવું મજાનું છે! –તે સમજી લઈએ... ને વીરપ્રભુના પંથે ચાલીને
ભવથી પાર થઈએ, –આવી ભાવનાથી, કોઈપણ તકલીફની સામે જોયા વગર ઉત્સવમાં
ખૂબ આનંદથી સૌ ભાગ લઈ રહ્યાં હતા; ને ગુરુદેવના પ્રવચનો પણ આનંદકારી
આવતા હતા. જૈનધર્મની મંગલપ્રભાવનાનો એક ધન્ય અવસર આનંદથી ઉજવાતો
હતો.
ઉત્સવપ્રસંગે પ્રતિષ્ઠામંડપમાં પ્રદર્શનવિભાગમાં મોરબીના ભાઈઓ તરફથી બે
સુંદર રચનાઓ રજુ કરવામાં આવી હતી. એક રચનામાં સુંદર કળામય ‘મહાવીર ઝુલા’
નું દ્રશ્ય હતું, તેમાં ત્રિશલામાતા નાનકડા વર્ધમાન કુંવરને પરમ હેતથી પારણે ઝુલાવી
રહ્યાં છે, ને માતા–પુત્ર આનંદકારી વાતચીત કરે છે–તે દ્રશ્ય દેખીને સૌને પ્રસન્નતા થતી
હતી. બીજી રચનામાં કુંદકુંદસ્વામીનું પાવન દ્રશ્ય હતું; તેઓશ્રી સમયસાર શાસ્ત્ર લખી
રહ્યા છે, અને તેમના મંગલચરણનો સ્પર્શ કરતાં ભક્તોને તેઓ આશીર્વાદપૂર્વક શાસ્ત્ર
સંભળાવે છે–એ દ્રશ્યની રચના ઘણી ભક્તિપ્રેરક હતી. પૂ. ગુરુદેવ પણ આ રચનાઓ
જોવા પધાર્યા હતા, ને કુંદકુંદસ્વામીના સોનેરી ચરણોનો સ્પર્શ કરીને તેનું ઉદ્ઘાટન કર્યું
હતું. સોનેરી ચરણોને સ્પર્શ કરતાં જ કુંદકુંદપ્રભુના શ્રીમુખથી સમયસાર ૩૧ મી ગાથા
(જે ગુરુદેવને અત્યંત પ્રિય છે તે) સંભળાણી હતી. –જાણે કુંદકુંદપ્રભુના સર્વાંગેથી
(હોઠહાલ્યા વગર) દિવ્યધ્વનિ છ છૂટતી હતી. ત્યારપછી, ત્રિશલામાતા વીરકુંવરને
પારણિયે ઝુલાવી રહ્યાં છે–તે દ્રશ્ય પણ ગુરુદેવે નીહાળ્‌યું હતું. રોજ હજારો પ્રેક્ષકોની