Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 53

background image
ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૫:
ભીડ આ દ્રશ્યો જોવા ઉમટતી હતી, ને પ્રભુનું હાલતું–ચાલતું–બોલતું દ્રશ્ય
નીહાળીને સૌને પ્રસન્નતા થતી હતી. પૂ. બેનશ્રીબેને પણ બંને રચનાઓ પ્રસન્નચિત્તે
નીહાળી હતી. શેઠ શાંતિપ્રસાદજી શાહુ, મુ. શ્રી રામજીભાઈ, પ્રમુખ શ્રી નવનીતભાઈ
વગેરેએ પણ આ રચના દેખીને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ફાગણ સુદ છઠ્ઠે વહેલી સવારથી મંગલ વાજિંત્રનાદથી સુવર્ણપુરી ગાજી રહી
હતી. જિનમંદિરમાં સીમંધરપ્રભુના દર્શનની તો ભીડ લાગી હતી.... ભીડ છતાં શાંતિ
હતી. સમવસરણમાં કરોડો–અબજો જીવો આવે છે છતાં કેવી અદ્ભુત શાંતિ હોય છે! તો
અહીં પણ એનો જ નમુનો છે ને!
ફાગણસુદ પાંચમની રાત્રે સોનગઢના જૈનવિદ્યાર્થીગૃહ દ્વારા, તથા છઠ્ઠની રાત્રે
ઘાટકોપરની ભજનમંડળી દ્વારા કુંદકુંદાચાર્યદેવના મહિમા સંબંધી નાટક થયું હતું, બંને
દિવસના ભાવવાહી નાટકો દ્વારા કુંદકુંદસ્વામીનો મહિમા, વૈરાગ્યભાવનાઓ, તથા
પરમાગમનો મહિમા વગેરે દ્રશ્યો જોઈને ગુરુદેવ અને હજારો ભક્તજનો ગદગદિત થઈ
ગયા હતાં. રાત્રે વિદ્ધાનો દ્વારા શાસ્ત્રસભા થઈ હતી.
ફાગણસુદ સાતમ: આજથી પંચકલ્યાણકવિધિ શરૂ થતી હોવાથી જાણે કે કુદરત
પણ ઉત્સવમાં સાથ પૂરાવવા આવતી હોય તેમ અષ્ટાહનિકાનું શાશ્વતપર્વ આવી
પહોચ્યું. અષ્ટાહનિકાના દિવસો મંગળ ગણાય છે. સવારે દર્શન–પૂજન અને પ્રવચન
પછી યાગમંડલવિધાન દ્વારા પંચપરમેષ્ઠીભગવંતો તેમજ જિનધર્મ, જિનવાણી,
જિનચૈત્કય અને જિનાલય–એ નવદેવોનું ઈન્દ્રોએ પૂજન કર્યું હતું. બપોરે પ્રવચન પછી
જલયાત્રાનું જુલુસ નીકળ્‌યું હતું.
રાત્રે મહાવીર–તીર્થંકરના ગર્ભકલ્યાણક પહેલાંંની ઈન્દ્રસભાનું દ્રશ્ય થયું હતું;
તીર્થંકર ભગવાનના મહિમા સંબંધી ધર્મચર્ચા થઈ હતી... ઈન્દ્રોની એ સભામાં
મહાવીરપ્રભુનો જીવ પણ દેવપર્યાયમાં વિરાજમાન હતો; ને તેમની સાથે પણ દેવો
તત્ત્વચર્ચા કરતા હતા. ઈન્દ્રોની આ ચર્ચા કેવી મજાની હતી! તે આપ આવતા અંકમાં
વાંચશો.
ઈન્દ્રસભા પછી હવે આપણે મધ્યલોકમાં વીરપ્રભુની જન્મનગરીમાં શું થઈ રહ્યું
છે તે જોઈએ. અહો, અહીં સિદ્ધાર્થ મહારાજાની રાજસભાનું દ્રશ્ય શોભી રહ્યું છે.
ત્રિશલાદેવી પણ રાજસભાને શોભાવી રહ્યાં છે; વીસ હજાર જેટલા સભાજનો
રાજસભાની આનંદકારી ચર્ચા સાંભળી રહ્યાં છે. (રાજસભાની આ ચર્ચા આપ આવતા
અંકમાં વાંચશો.)