ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૭:
આત્મા ભિન્ન નથી. ઉપયોગસ્વરૂપ આત્મા પોતાના શુદ્ધ ઉપયોગમાં જ છે;
‘આમાં આ છે’ એવો ભેદ પણ અનુભૂતિમાં નથી રહેતો. આધાર–આધેયના ભેદ પણ
અનુભૂતિમાં રહેતા નથી.
અહો, આત્માની આવી અનુભૂતિવાળા ઈન્દ્રો પણ તીર્થંકરદેવ પ્રત્યેની અત્યંત
ભક્તિપૂર્વક આવી પહોંચ્યા છે. સિદ્ધાર્થરાજાની રાજસભામાં ને સારી નગરીમાં આનંદ–
આનંદ છવાઈ ગયો છે. શચીદેવી તો બાલ–તીર્થંકરને તેડીને ખુશખુશાલ છે.... વાહ
પ્રભુ! તમને ગોદમાં લેવાથી તો મને મોક્ષનો સિક્કો મલી ગયો. ઈંદ્રમહારાજ પણ
બાલતીર્થંકરને દેખીને એવા આનંદિત થયા કે એકસાથે હજાર નેત્રથી પ્રભુને નીહાળવા
લાગ્યા... તોય તૃપ્તિ ન થઈ એટલે થાકીને ભગવાનને કહ્યું: હે દેવ! આ હજાર નેત્રોથી
આપનું સાચું રૂપ નહીં દેખાય, આપનું સાચું રૂપ તો અતીન્દ્રિયજ્ઞાનચક્ષુ વડે જ દેખાય
તેવું છે.
–આવા ભગવાનને ઐરાવત હાથી ઉપર તેડીને ઈન્દ્રોની મહાન સવારી દૂર–દૂર
ઊંચે–ઊંચે ચાલી જાય છે..... ક્્યાં જાય છે! ને શું કરે છે! તેનું આનંદકારી વર્ણન આપ
હવેના અંકમાં વાંચશો.
મહોત્સવના વિશેષ સમાચારો અને પ્રવચનો આવતા અંકમાં વાંચશોજી
•
ધન્ય ધન્ય છો હે માતા! તું જિનેશ્વરની માતા,
નંદન તારા જયવંત છે ત્રણલોકમાં.
જે પુત્ર તારો થાશે, તે મુનિ થઈ વિચરશે,
કેવળ પામી, એ ભવ્યજીવોને તારશે.
તારા ઉરમાં રત્ન બિરાજે, શ્રી તીર્થંકરપ્રભુ રાજે,
મોક્ષગામી! માતાજી જયવંત લોકમાં.
તારો પુત્ર મોટો થાશે, એ પરમાત્મા બની જશે,
જેને દેખી, સમકિત જીવો પામશે.