Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
:૩૮: આત્મધર્મ ફાગણ : ૨૫૦૦ :
• સાચું અહિંસા – જીવન જીવાની રીત •
ભગવાન મહાવીરે કહેલા ‘પરમ અહિંસાધર્મ’ ને
જાણવા માટે, અને તેવું જીવન જીવવા માટે, મુમુક્ષુ જીવે પ્રથમ
તો ચૈતન્યઉપયોગ અને રાગ એ બંનેનું અત્યંત ભિન્નપણું
જાણવું જોઈએ. ભિન્નપણું જાણે તો જ રાગ વગરના
શુદ્ધઉપયોગરૂપ અહિંસક જીવન જીવી શકાય.
એવું ભિન્નપણું કયા પ્રકારે જાણવું? એમ અંતરમાં જિજ્ઞાસા જાગે તો, –
ભગવાન મહાવીરે અને તેમના શાસનમાં થયેલા સંતોએ તેવું ભિન્નપણું પોતાના
આત્મામાં સાક્ષાત્ અનુભવીને આગમમાં પણ સ્પષ્ટ બતાવ્યું છે; તે અહીં કહીએ છીએ:–
સર્વજ્ઞ–જ્ઞાનવિશે સદા ઉપયોગલક્ષણ જીવ છે;
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે? ર૪.
શરીરથી ને રાગાદિભાવોથી ભિન્ન, ચૈતન્યમય આત્મતત્ત્વને જે જાણતો નથી
અને રાગાદિ–સંયુક્ત જીવને જ અનુભવે છે એવા અપ્રતિબુદ્ધ–જિજ્ઞાસુને, આચાર્યદેવ
સર્વજ્ઞ–જ્ઞાનની સાક્ષીથી અને પોતાના સ્વાનુભવથી પ્રતિબોધે છે કે: હે ભાઈ! ‘જે નિત્ય
ઉપયોગસ્વરૂપ છે તે જીવ છે’ એમ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, આગમમાં
પણ ભગવાને સ્પષ્ટ એમ પ્રકાશ્યું છે, ને અનુભવમાં પણ જીવ સદા જ્ઞાનસ્વરૂપે જ
અનુભવાય છે. પોતાનું ઉપયોગપણું છોડીને જીવ કદી પુદ્ગલરૂપ તો થઈ જતો નથી;
જેમ અંધકારને અને પ્રકાશને એકપણું નથી પણ જુદાપણું જ છે, તેમ ચેતનપ્રકાશ
વગરના એવા રાગાદિભાવોને અને ચેતનપ્રકાશરૂપ ઉપયોગને કદી એકપણું નથી પણ
સદા જુદાપણું જ છે. આમ તારા ઉપયોગલક્ષણ વડે તારા જીવને તું સમસ્ત જડથી ને
રાગથી જુદો જાણ, ને ઉપયોગસ્વરૂપે જ પોતાને અનુભવમાં લઈને હે જીવ! તું અત્યંત
પ્રસન્ન થા.... ને અહિંસકજીવન જીવ.
ઉપયોગસ્વરૂપની અનુભૂતિ રાગાદિથી અત્યંત ભિન્ન હોવાથી તે પરમ
અહિંસારૂપ છે, એટલે ઉપયોગસ્વરૂપનો અનુભવ (શુદ્ધઉપયોગ) તે જ પરમ
અહિંસાધર્મ છે, તે સાચું જીવન છે.
સર્વમાન્ય મોક્ષશાસ્ત્રમાં શ્રી ઉમાસ્વામી કહે છે કે:– ‘उपयोगी लक्षणम्’