ફાગણ : ૨૫૦૦ : આત્મધર્મ : ૩૯:
ઉપયોગ જેનું લક્ષણ છે તે જીવ છે. જીવને પોતાના ઉપયોગસ્વરૂપમાં સદા
તન્મયપણું છે, રાગાદિમાં કે શરીરાદિમાં તેને તન્મયપણું નથી. તે ઉપયોગ કોઈથી
રચાયેલો નથી, પોતાનું સત્પણું ટકાવવા તે કોઈ ઈંદ્રિયોની કે રાગની અપેક્ષા રાખતો
નથી, ઈંદ્રિયો કે રાગ વગર તે સ્વયંસિદ્ધ જીવનું સ્વરૂપ છે.
ઉપયોગ કહો કે ચેતના કહો–
તે ચેતનાનું રાગરહિત નિર્મળ પરિણમન, એટલે કે શુદ્ધચેતના તે અહિંસા છે, તે
ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. અને તે ચેતનામાં રાગાદિ અશુદ્ધપરિણમન તે હિંસા છે, તે
સંસારનું કારણ છે.
જીવના પાંચ ભાવમાં ઉતારીએ તો–
આ રીતે ઉપયોગને અને રાગને ભાવથી ભિન્નતા છે.
નવ તત્ત્વમાં લઈએ તો–
ઉપયોગ તે જીવ અને સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વમાં આવે છે.
રાગાદિભાવો આસ્રવ અને બંધતત્ત્વમાં આવે છે.
ન્યાય–યુક્તિથી જોઈએ તો–
* ઉપયોગ સાથે આત્માની સમવ્યાપ્તિ છે. * રાગાદિ સાથે આત્માની સમવ્યાપ્તિ નથી.
અનુભવથી જોતાં પણ–રાગાદિ વગરના ઉપયોગસ્વરૂપે જીવ અનુભવમાં આવે
છે. પણ ઉપયોગ વગરનો જીવ કદી અનુભવમાં આવતો નથી.
આ રીતે ઉપયોગ અને રાગ એ બંને તત્ત્વો ભિન્ન છે. •
• ગઢડા જિનમંદિરમાં વેદીપ્રતિષ્ઠાનું મૂરત વૈશાખ વદ બીજનું નક્કી થયું છે.
ત્યારપહેલાંં ચૈત્ર સુદ પુનમે સોનગઢથી પ્રસ્થાન કરીને ગુરુદેવ મુંબઈ પધારશે,
ને વૈશાખ સુદ બીજની જન્મજયંતિ મુંબઈ ઉજવાશે, –એમ હાલના કાર્યક્રમ
મુજબ વિચારવામાં આવ્યું છે. વિશેષ માહિતી આપ હવે પછીના અંકમાં
વાંચશો.