વાંચકોએ હોંશથી જવાબ લખી મોકલ્યા છે–તે સૌને ધન્યવાદ!
તે ઉખાણા અને તેના જવાબ અહીં આપ્યા છે.
ત્રીજે–બીજે ઈષ્ટદેવ, એક–બેથી સંભળાય.
છેલ્લો–બીજો જળમાં વસે, ભારતના છે સન્ત.
એનું કહ્યું જો જાણશો તો લેશો ભવનો અન્ત.
ત્રીજે–ચોથે દૂર્ગ છે, કહોજી કયું તે ગામ?
ગૌતમ જ્યાં ગણધર થયા, કહોજી કયું તે ધામ?
દેહ છતાં પરમાતમા.... કહોજી કયા ભગવંત?
પણ ઈન્દ્રિથી જણાય ના, ઓળખી કાઢો તેહ.
એની પ્રાપ્તિ થયા પછી જરૂર મુક્તિ થાય.
એની પ્રાપ્તિ થતાં અહો! આનંદ ઉરમાં ન માય.
કરી લ્યે પ્રાપ્તિ એહની તે ધન્ય ધન્ય જગમાંય.
જેથી બહુ દુઃખી થયો, કહો કેવી એ ટેવ?
દુશ્મન છઠ્ઠા ઊત્તરનો, જગતમાં એ દૂષ્ટ,
એને જો હણી નાંખશો તો થશો અહિંસક પુષ્ટ.
એનું ફળ શું્ર પામશું? શોધી લેજો પ્રવીણ.