આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ: વીર સં. રપ૦૦ (૪૩)
(૯)
આત્માને નહિ જાણશો, કરશો કદી પુણ્યરાગ;
એનું ફળ શું પામશો? શોચો જરા દિમાગ.
(ભવ–દુઃખ)
(૧૦)
સૌથી મોટા દેવ છે, વિચરે અવનિમાંય,
ભરતમાં આવે નહિ છતાં કર્યો પરમ ઉપકાર.
ભક્ત એના ભરતે વસે, સાંભળી એની વાણ.
સંત–હૃદય બિરાજતા કહોજી કયા ભગવાન?
(સીમંધરભગવાન)
(૧૧)
પ્રથમ બેમાં બાવન વસે, અક્ષર જેના પાંચ;
આપે સમ્યક્ જ્ઞાનને, જો તું ભાવથી વાંચ.
કુંદકુંદદેવનું હૃદય છે, ને વીરપ્રભુની વાણ,
કહાનગુરુને વાહલા ને ભારતના છે ભાણ.
જેનો ઉત્સવ અતિઘણો, મંદિર પણ છે મહાન,
વર્દ્ધમાન જિન શોભતા.... કહોજી એનું નામ!
(પરમાગમ)
(૧ર)
વર્ષ હજાર અઢી વીતીયા.... પણ વર્તે શાસન આજ.
એને જો ઓળખો તમે તો લઈ લ્યો મુક્તિરાજ.
કરતા વૃદ્ધિ ધર્મની ને પોતે ધર્મ–સ્વરૂપ,
સુવર્ણમાં પધારીયા, છે મહોત્સવ આનંદરૂપ.
ત્રણ શિખર એક મંદિરે, ને કળશા છે ઓગણીશ,
બિરાજે ભગવંત જે..... તેને નમાવું શીષ.
(મહાવીર ભગવાન)
ચૈત્ર સુદ તેરસ નિમિત્તે કે અન્ય પ્રસંગે પાઠશાળાઓમાં પ્રભાવના કરવા માટે
આપ નીચેના પુસ્તકો મંગાવો –
સમ્યક્ત્વ–કથા: (આઠ અંગના આઠ ચિત્રો, કથાઓ તથા પ્રવચનો સહિત)
કિંમત એક રૂપિયો.
બે સખી: (સતી અંજના તથા હનુમાન જન્મની વૈરાગ્યપ્રેરક કથા)
ચિત્રો સહિત–કિંમત પચાસ પૈસા.
ખાસ સૂચના: ઉપરના બંનેપુસ્તકોની જેટલી પ્રત આપ વૈશાખ સુદ બીજ
સુધીમાં મંગાવશો, તેટલી જ બીજી પ્રત આપને ભેટ તરીકે
આપવામાં આવશે. (પોસ્ટેજ ફ્રી)
– બ્ર. હરિલાલ જૈન
સંપાદક આત્મધર્મ: સોનગઢ ()