Atmadharma magazine - Ank 365
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 53

background image
(૪૪) આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ વીર સં. રપ૦૦
આવી રહી છે–ચૈત્ર સુદ તેરસ જન્મયા વીરપ્રભુ ભગવાન!
“જન્મ તુમારો રે... જગતને આનંદ કરનારો...”
મહાવીર ભગવાનના વિજયડંકા ફરીને ભારતમાં વાગી રહ્યાં છે...
જાણે આજે વીરનાથ ભગવાન ફરીને આ ભરતક્ષેત્રમાં વિહાર કરી રહ્યા
હોય એવું વાતાવરણ આજે વર્તી રહ્યું છે. થોડા દિવસમાં ચૈત્ર સુદ ૧૩
આવી રહી છે. આનંદથી આપણે સૌ પ્રભુને સાક્ષાત્રૂપ કરીને
જન્મકલ્યાણક ઊજવીશું. હમણાં સોનગઢમાં આપણે વીરનાથપ્રભુના
પંચકલ્યાણક નીહાળ્‌યા. તેમાં ‘મહાવીરઝૂલા’ નું અત્યંત આનંદકારી દ્રશ્ય
આપે જોયું હશે, ને ત્રિશલામાતા સાથે નાનકડા વીરકુંવર કેવી મજાની
મીઠી ચર્ચા કરે છે તે પણ આપે સાંભળ્‌યું હશે માતા–પુત્રની તે
આનંદકારી ચર્ચા મધુર સંગીત સહિત જેણો સાંભળી હશે–તેના કાનમાં
હજી તેના મધુરનાદ ગુંજતા હશે. અહીં સામે પાને તે માતા–પુત્રની ચર્ચા
છપાય છે. આપને તે વાંચીને આનંદ થશે.
બીજું ચૈત્ર સુદ તેરસે ઠેરઠેર પ્રભાવના કરવા માટે નીચેના બે
પુસ્તકો આપને ખૂબ જ ઉપયોગી થશે–
પરમાગમ – મહોત્સવપત્રિકા
વીરપ્રભુના પંચકલ્યાણકનું અત્યંત
આનંદકારી સુંદર વર્ણન તેમજ તે પ્રંસંગના
પ્રવચનોની મધુરી પ્રસાદી, ૧૦૦ પાનાં
ભરીને વાંચતાં આપનું હૈયું પ્રસન્નતાથી
ઝૂલી ઊઠશે. વીરકુંવરની ને
ત્રિશલામાતાની મીઠી વાતો પણ તેમાં જ
આપ વાંચશો.
(કિંમત સવા રૂપિયો)
અહિંસા પરમો ધર્મ:
મહાવીર ભગવાનના રપ૦૦ મા
નિર્વાણ મહોત્સવ નિમિત્તે પ્રકાશિત
થયેલ આ પુસ્તક રંગબેરંગી પ્રીન્ટિંગ
તેમજ ચિત્રો સહિત, આકર્ષક શૈલીમાં
વીરશાસનના જૈનસિદ્ધાંતને રજુ કરે છે,
ને અહિંસા ધર્મનું અદ્ભૂત સ્વરૂપ દ્રષ્ટાંત
સહિત સમજાવે છે. હિંદી તેમજ ગુજરાતી
બંને ભાષામાં છે.
(કિંમત ચાલીસ પૈસા)
ઈંગ્લીશ જૈન બાળપોથી:: સાહિત્યપ્રચારમાં એક નવું જ કદમ.
યુવાનોમાં વહેંચવા માટે ખાસ ઉપયોગી: (કિંમત પ૦ પૈસા)