ત્રિશલામાતા એમને દિવ્ય પારણે ઝુલાવી રહ્યાં છે.
બાલતીર્થંકર પોતાના બાલમિત્રો સાથે આનંદથી
ખેલે છે, ને માતાજી સાથે પણ અવનવી વાતું કરીને
માતાને આનંદ પમાડે છે. એકવાર ફાગણ સુદ તેરસે
માતા–પુત્ર કેવી મજાની ચર્ચા કરે છે, તે આપણે પણ
સાંભળીએ –
માં... ઓ... માં!
હાં, બેટા વર્દ્ધમાન! બોલિયે.
મા, શુદ્ધાત્મતત્ત્વનો મહિમા કેવો અગાધ છે!
તેની તને ખબર છે?
હા, બેટા! જયારથી તું ગર્ભમાં આવ્યો
ત્યારથી શુદ્ધાત્મતત્ત્વનો અગાધ મહિમા મેં
કહો. બેટા, જયારથી અહીં આકાશમાંથી
વૃષ્ટિ થવા માંડી, જયારથી મેં દિવ્ય ૧૬
સ્વપ્નો દેખ્યા, ને તે સ્વપનનાં અદ્ભૂત
ફળ જાણ્યા ત્યારથી મને એમ થયું કે–
અહા, જેના પુણ્યનો આવો આશ્ચર્યકારી
પ્રભાવ... તે આત્માની પવિત્રતાની શી
વાત! એવો આરાધક આત્મા મારા
ઉદરમાં બિરાજી રહ્યો છે. –એમ અદ્ભૂત