ભાસ્યું. બેટા મહાવીર! એ બધો તારો જ
પ્રતાપ છે.
કહેવાણી. ચૈતન્યના અદ્ભુત મહિમાને
જાણનારી હે માતા! તું પણ જરૂર મોક્ષગામી
છો.
અને બાહ્ય વૈભવ વૃદ્ધિગત થવા લાગ્યો છે...
મારા અંતરમાં આનંદની અપૂર્વ સ્ફુરણા થવા
લાગી છે.... મને તારા આત્માનો સ્પર્શ થયો
ત્યારથી આરાધક ભાવ શરૂ થઈ ગયો છે, ને
એક ભવે હું પણ તારી જેમ મોક્ષને સાધીશ.
મને આનંદ થાય છે. હું આ ભવમાં જ મોક્ષને
સાધવા અવતર્યો છું, તો મારી માતા પણ
મોક્ષને સાધનારી જ હોય ને!
જગતના ભવ્ય જીવો આત્માને જાણશે, ને
મોક્ષમાર્ગને પામશે. –તો હું તારી માતા, કેમ
બાકી રહું? હું પણ જરૂર મોક્ષમાર્ગે આવીશ.
બેટા, તું ભલે આખા જગતનો નાથ...
તો મારો હક્ક છે.
વાહ માતા! તારું હેત અપાર છે.... માતા તરીકે તું
પૂજય છો.... તારું વાત્સલ્ય જગતમાં અજોડ છે.
(સુવર્ણપુરી સ્વાધ્યાય સુમંદિર: એ રાગ)
માતા મારી મોક્ષસાધિકા ધન્ય ધન્ય છે તુજને...
તુજ હૈયાની મીઠી આશીષ વહાલી લાગે મુજને..
માતા! દરશન તારા રે... જગતને આનંદ કરનારા..
બેટા, તારો અદ્ભુત મહિમા સમ્યક્ હીરલે શોભે..
તારા દર્શન કરતાં ભવ્યો, મોહનાં બંધન તોડે...
બેટા! જન્મ તુમારો રે જગતને આનંદ દેનારો...
માતા! તારી વાણી મીઠી, જાણે, ફૂલડાં ખરતાં...
તારા હઈડે હેત–ફૂવારા ઝરમર–ઝરમર ઝરતાં...
માતા! દરશન તારા રે...જગતને આનંદ કરનારા..
(વાહ બેટા! તારી વાણી તો અદ્ભુત છે ને
ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ દેખાડનાર છે.)
તારી વાણી સુણતાં ભવ્યો, મુક્તિપંથે દોડે...
ચેતનરસનો સ્વાદ ચાખે ત્યાં રાજપાટ સબ છોડે...
બેટા, જન્મ તુમારો રે, જગતને મંગલકારી રે...
જાગે ભાવના માતા મુજને ક્્યારે બનું વીરાગી...
બંધન તોડી રાગતણાં સૌ બાનું પરિગ્રહત્યાગી...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા,
બેટા, તું તો બે જ વરસનો પણ ગંભીરતા ભારી...
ગૃહવાસી પણ તું તો ઉદાસી, દશા મોહથી ન્યારી...
બેટા, જન્મ તુમારો રે જગતને આનંદ દેનારો.