આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ: વીર સં. રપ૦૦ (૪૭)
માતા! તું તો છેલ્લી માતા માત બીજી નહિ થાશે,
રત્નત્રયથી કેવળ લેતાં જન્મ–મરણ દૂર જાશે...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા....
બેટા, તું તો જગમાં ઉત્તમ આત્મ–જીવન જીવનારો...
દિવ્યધ્વનિનો સંદેશ દઈને મુક્તિમાર્ગ ખોલનારો...
બેટા... ધર્મ તુમારો રે જગતનું મંગલ કરનારો...
માતા! મુક્તિમારગ ખુલ્લો ભવ્યો ચાલ્યા આવે...
ભરતક્ષેત્રમાં જયવંત શાસન આનંદમંગલ આપે...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા.
બેટા, તું તો વર્દ્ધમાન સાચો, ધર્મવૃદ્ધિ કરનારો,
મહાવીર પણ સાચો તું છો, મોહમલ્લ જીતનારો...
બેટા, ધર્મ તુમ્હારો રે... જગતનું મંગલ કરનારો...
માતા, કરું વીતરાગી વૃદ્ધિ નિજ પરમ પદ પામું,
જીવ બધા જિનધર્મને પામો... એવી ભાવના ભાવું...
માતા! દરશન તારા રે જગતને આનંદ દેનારા...
બેટા, જગમાં ધર્મની વૃદ્ધિ થાશે તારા પ્રતાપે,
જે ચાલે તુજ પગલે પગલે મોક્ષપુરીમાં આવે...
બેટા, ધર્મ તમારો રે. જગતને આનંદ દેનારો...
માતા! અનુભૂતિ ચેતનની અતિશય મુજને વહાલી,
અનુભૂતિમાં આનંદ ઉલ્લસે એની જાત જ ન્યારી...
માતા... દરશન તારા રે જગતને આનંદ દેનારા...
બેટા, તું તો સ્વાનુભૂતિની મસ્તીમાં નિત મ્હાલે...
હીંચોળું હીરલાની દોરે, ઉરનાં વહાલે–વહાલે...
બેટા, જન્મ તમારો રે જગતને આનંદ દેનારો...
(અહો, ત્રિશલામાતા અને બાલ–તીર્થંકર વર્દ્ધમાનકુંવરની
આ ચર્ચા અદ્ભૂત આનંદકારી છે. આજે પણ આવી માતા અને
આવા બાળકો ઉત્તમ સંસ્કાર વડે જૈનશાસનને શોભાવી રહ્યાં
છે. એવો ધર્મયુગ પૂ. ગુરુદેવના પ્રતાપે આવી રહ્યો છે. વીરનાથ
ભગવાનના અઢીહજારમા નિર્વાણમહોત્સવનું આ મહાન વર્ષ
જગતના જીવોને મંગળરૂપ હો.) –બ્ર. હરિલાલ જૈન
જય મહાવીર
h O h