(૪૮) આત્મધર્મ: પરમાગમ પ્રતિષ્ઠામહોત્સવ વિશેષાંક: ફાગણ: વીર સં. રપ૦૦
• કંકોતરી •
(રાગ: એક અદ્ભુત આત્મા...)
આનંદકારી ઉત્સવની આ મંગલ કંકોતરી ફરીને પણ વાંચતા આપને પ્રસન્નતા
થશે, ને ચેતનરસનું પાન કરવા સોનગઢ આવવાનું મન થશે. (સં.)
શ્રી વીરપ્રભુના મંડપમાં વળી કુંદગુરુના મંડપમાં,
પરમાગમના મંડપમાં........ તમે.... આવજો.... પધારજો... તમે......
વિદેહીનાથ પધારજો વળી સાધકસંતો આવજો,
અઢીદ્વીપનાં સૌ સાધર્મી.... તમે આવજો.... પધારજો... તમે.......... શ્રીવીર.
જ્યાં સમકિતનાં તો તોરણ છે, સુજ્ઞાન–મંગલદ્વાર છે,
જ્યાં ચારિત્ર–શિખર શોભે છે.... તમે આવજો....પધારજો.... તમે...શ્રીવીર.
પચ્ચીસો વરસે આવ્યા છે શ્રીવીર પ્રભુજી પધાર્યા છે,
દર્શન આનંદકાર છે.... તમે આવજો.... પધારજો.... તમે................શ્રીવીર.
શ્રીગુરુ કહાન બોલાવે છે સૌ ભક્તો સ્વાગત આપે છે,
સુવર્ણે વાજાં વાગે છે..... તમે આવજો.... પધારજો.... તમે.............શ્રીવીર.
જ્યાં આનંદ અપરંપાર છે, જ્યાં ચૈતન્યનાં રસપાન છે,
જ્યાં રત્નત્રયનાં દ્વાર છે.... તમે આવજો.... પધારજો.... તમે.........શ્રીવીર.
જ્યાં વીરપ્રભુનાં વહેણ છે, જ્યાં કુંદપ્રભુનાં કહેણ છે,
જ્યાં ખુલ્લા મુક્તિ મારગ છે.... તમે આવજો.... પધારજો.... તમે...શ્રીવીર.
ઉત્સવ આનંદકાર છે, વીરના જયજયકાર છે;
ભવથી બેડા પાર છે, તમે આવજો.......... પધારજો........ તમે.......શ્રીવીર.
વિદેહીનાથ બિરાજે છે પ્રભુચેતનરસ પીવડાવે છે;
એ ચેતન રસને ચાખવા..... તમે આવજો.... પધારજો...... તમે.....શ્રીવીર.