: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ચારિત્રદશાને અનુમોદી રહ્યા છે. ખરેખર! ચારિત્રદશા જગતમાં સર્વશ્રેષ્ઠ છે–એ વાત
વીરનાથમુનિરાજ મૌનપણે જગતમાં પ્રસિદ્ધ કરી રહ્યા છે.
વિશેષમાં એ પણ હર્ષની વાત છે કે સોનગઢમાં પ્રભુના દીક્ષાકલ્યાણકનો પ્રસંગ
જ્યાં થયો તે સ્થાનનું નામ પણ ‘રત્નાકર ચારિત્રાશ્રમ’ છે. ખરેખર આ ચારિત્રનો જ
આશ્રમ છે. જ્ઞાન–દર્શનપ્રધાન શુદ્ધોપયોગનો આશ્રમ કેવો અદ્ભુત–શાંત હોય તેનું
તાદ્રશ વાતાવરણ અહીં દ્રશ્યમાન થાય છે.
સોનગઢમાં શ્વેતાંબર સમાજના ભાઈઓએ પોતાની ચારિત્રઆશ્રમ–સંસ્થાનો
સદુપયોગ મહાવીરપ્રભુના દીક્ષાકલ્યાણક માટે કરવામાં સહકાર આપ્યો તે પણ એક
ખુશીની વાત છે. દિગંબર જૈનસમાજનો આવો એક ભવ્ય કલ્યાણક મહોત્સવ શ્વેતાંબર
જૈનસમાજની સંસ્થામાં ઉજવાય ને સુંદર સહકારભર્યું વાતાવરણ ફેલાય તે
મહાવીરપ્રભુના આ ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવ માટે એક ઘણી સારી નિશાની છે.
સોનગઢના આ પ્રસંગને અનુસરીને ભારતભરમાં સર્વે તીર્થોમાં ને સર્વે ગામમાં આવું
સહકારભર્યું વાતાવરણ ફેલાય–તો કેવું ઉત્તમ!!
ચારિત્રઆશ્રમમાં ભગવાનના ચારિત્રનો ધન્ય પ્રસંગ બનતાં ચારિત્રઆશ્રમ
ખરેખર ચારિત્રનો આશ્રમ બન્યો. અહા, તીર્થંકરભગવાનની સાથે જાણે આપણેય
ચારિત્રદશા લઈ લઈએ! એવી હૃદયોર્મિ ઊછળતી હતી–
તસુ શુદ્ધ દર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને.
આવી ઉત્તમ ભાવનાપૂર્વક ચારિત્રનો મહોત્સવ ઊજવીને ભક્તજનો જ્યારે પુન:
નગરીમાં આવતા હતા ત્યારે મુખ્ય રસ્તાઓ ઉપરની ભીડ અપાર હતી. મહાવીરનાથને
મુનિદશામાં દેખીદેખીને આનંદ અને આશ્ચર્ય સાથે એવો ભ્રમ થઈ જતો હતો કે આ શું?
ફરીને ચોથોકાળ ક્યાંથી આવ્યો?
આજના દીક્ષાકલ્યાણક સાથે ભક્તોના આનંદની વૃદ્ધિ કરવા માટે જ જાણે
ફાગણ સુદ ૧૧ આવી ગઈ. આજે પૂ. શ્રી શાંતાબેનનો જન્મદિવસ હતો, તેથી ગુરુદેવ
તેમને ત્યાં આહારદાન માટે પધાર્યા હતા; પૂ. બેનશ્રી–બેન બંને બહેનોના ઉપકારોને યાદ
કરીને સમસ્ત ભક્તજનો ખુશી મનાવતા હતા.
બપોરે પૂ. ગુરુદેવના મંગલ હસ્તે જિનબિંબ ઉપર મંત્રના અંકન્યાસ–વિધિની