: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
ચૈતન્યના અમૃતભોજન તો સમ્યગ્દ્રષ્ટિનેય હોય છે, પણ મુનિપણામાં તો ઘણી વીતરાગી
લીનતા થઈ જાય છે. એવી ધન્યદશા ભગવાન મહાવીરપ્રભુને આજે પ્રગટી.
સામે આમ્રવૃક્ષ નીચે મહાવીર–મુનિરાજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે. ચારેકોર
હજારો સભાજનો બેઠા છે. ને ગુરુદેવ સૌને અદ્ભુત ચારિત્રભાવનામાં ઝુલાવી રહ્યા છે.
મહાવીરનાથની છાયામાં ચારિત્રના આશ્રમમાં બેઠાબેઠા ૨૫ હજાર ભવ્યજીવો
મુનિદશાના અત્યંત મહિમાપૂર્વક શ્રીગુરુમુખેથી ઝરતા ચારિત્રના વીતરાગરસનું પાન
કરી રહ્યા છે.
ગુરુદેવ કહે છે કે: જેને મોક્ષ પામવો હશે તેણે આવી ચારિત્રદશા અંગીકાર કર્યે
જ છૂટકો છે. અહો, ચારિત્રમાં આનંદનું વેદન છે. માતાના પેટમાં પણ સમકિતી જીવને
આત્માના અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે; તે જ્યારે વૈરાગ્ય પામીને દીક્ષા લ્યે ને
ધ્યાનમાં ઠરે–તે વખતના આનંદની શી વાત? તીર્થંકર ભગવાન દીક્ષાપ્રસંગે ‘णमो
सिद्धाणं’ કહીને સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે. દીક્ષા પછી તરત નિર્વિકલ્પ ધ્યાનમાં
અપ્રમત્તદશા પ્રગટે છે. વાહ, એ આનંદદશા એવી છે કે ઘોર ઉપસર્ગ કે પરિષહ વખતેય
તે ડગતા નથી. આત્માના જ્ઞાન પછી ઘણી વીતરાગી સ્થિરતા વધી જાય ત્યારે આવી
ચારિત્રદશા પ્રગટે છે; તેમાં અપાર શાંતિ છે. સમકિતીને ચોથા ગુણસ્થાનેય અતીન્દ્રિય
શાંતિ તો છે, પણ મુનિદશામાં તો તે શાંતિ ઘણી જ વધી જાય છે, શાંતિની રેલમછેલ
ચારિત્રદશામાં હોય છે: અહો! આવી ચારિત્રદશા અમને ક્યારે આવે!–એમ ધર્મી
ભાવના ભાવે છે.
ચૈતન્યનું ધ્રુવધામ એવું સ્થાન છે કે જ્યાં આનંદ પાકે છે. અમારા અસંખ્ય પ્રદેશી
ચૈતન્યક્ષેત્રમાં અતીન્દ્રિય આનંદના પાક પાકે છે. અમારો આત્મા જ આખો સુખધામ છે,
પછી બીજું શું કામ છે? ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ. ’
અનંત તીર્થંકરો જે પંથે વિચર્યા તે પંથે અમે વિચરનારા છીએ. આત્માનો અકંપ
–સ્વભાવ છે; આત્માના અનંતગુણોનો અંશ સ્વાનુભૂતિમાં પ્રગટે છે. મોક્ષમાર્ગ તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સહિત છે; તે શુદ્ધોપયોગી ચારિત્રદશા વખતે બહારમાં પણ
દિગંબરદશા જ હોય છે એ વાત તો જગતમાં પ્રસિદ્ધ છે. આવા પ્રસિદ્ધ મુનિમાર્ગને આજે
મહાવીર ભગવાને અંગીકાર કર્યો; પ્રભુ આજે પરમેષ્ઠીપદમાં બિરાજ્યા.
આવા મહાવીર મુનિરાજ પરમ–પ્રશાંતમુદ્રામાં ચારિત્રઆશ્રમમાં બિરાજી રહ્યા
છે. ઠસોઠસ ભરાઈ ગયેલા ચારિત્રઆશ્રમમાં ૨૫–૩૦ હજાર ભવ્યજીવો પરમ
ભક્તિપૂર્વક