Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 57

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
તીર્થંકર પ્રભુની દીક્ષાનો મહોત્સવ એટલે તો બસ! મોક્ષનો જ મહોત્સવ!
ચારિત્રઆશ્રમના વિશાળ પ્રાંગણમાં નીચે–ઉપર અગાશીમાં કે ખોરડા ઉપર સર્વત્ર
ઊભરાતી જનમેદની એમ પ્રસિદ્ધ કરતી હતી કે અવ્યક્તપણે પણ જગતને
વીતરાગતા વહાલી છે. જ્યાં રાગ–દ્વેષની કોઈ વાત ન હતી એવો આ
વીતરાગતાનો મહોત્સવ ૨૫–૩૦ હજાર માણસો ઉત્સુકતાથી નીહાળી રહ્યા હતા, તે
એમ પ્રસિદ્ધ કરે છે કે વીતરાગતા જ સૌથી શ્રેષ્ઠ છે ને તે જ જગતને માટે ઈષ્ટ છે.
આવી વીતરાગતારૂપ સમભાવને વીરપ્રભુએ આજે ધારણ કર્યો–તેમને તેવા જ
ભાવથી અમારા નમસ્કાર છે.
પ્રભુના દીક્ષાપ્રસંગ બાદ તે દીક્ષાવનમાં જ વીતરાગી મુનિદશા પ્રત્યે અત્યંત
ભક્તિથી ગુરુદેવે જે વૈરાગ્યભાવના વ્યક્ત કરી–તે અહીં વાંચીને આપનું ચિત્ર પણ
વૈરાગ્યની શીતળ લહેરીઓની કોઈ અનેરી ઠંડક અનુભવશે.
દીક્ષાવનમાં વૈરાગ્યરસઝરતું પ્રવચન
ભગવાન મહાવીરપ્રભુના દીક્ષાકલ્યાણક પ્રસંગે પોતાની વૈરાગ્યભાવના
મલાવતાં ગુરુદેવ કહે છે કે અહો! અમને એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? ક્્યારે
અમે બાહ્ય અને અંતરમાં નિર્ગ્રંથ થઈને તીર્થંકરોના મુનિમાર્ગમાં વિચરશું?
ભગવાનને આત્માનું જ્ઞાન તો પૂર્વે અનેક ભવથી હતું; આજે પ્રભુ સંસારથી
વિરક્ત થઈને મુનિ થયા, ને દીક્ષા લઈને સ્વરૂપમાં અપ્રમત્ત શુદ્ધોપયોગી થઈને ઠર્યા,
ત્યાં સાતમું ગુણસ્થાન પ્રગટ્યું, મન: પર્યયજ્ઞાન પ્રગટ્યું. અહો! જ્યાં શત્રુ–મિત્ર પ્રત્યે
રાગ–દ્વેષ નથી, નિર્ભયપણે જંગલના વાઘસિંહ વચ્ચે પણ આત્માના ધ્યાનમાં લીનપણે
અડોલ રહીએ–એવી ધન્ય દશા ક્યારે આવશે?
–આવી ભાવના કોણ ભાવે? જેણે ભિન્ન આત્માના ચૈતન્યના આનંદસ્વાદને
ચાખ્યો હોય. દર્શનમોહનો નાશ કરીને દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વ જેણે અનુભવમાં લીધું
છે–એવા ધર્મીજીવ તેમાં ઠરવાની ભાવના ભાવે છે. કોઈ નિંદા કરો કે પ્રશંસા કરો,
તેનાથી અમારી હીનતા કે અધિકતા નથી. અમે તો રાગ–દ્વેષ રહિત અમારા ચૈતન્યના
સમરસનું પાન કરશું. ‘રાગ આગ દહે સદા, તાતેં સમામૃત સેઈએ. ’ અમે તો અમારા
ધ્રુવ ચિદાનંદસ્વરૂપમાં આસન લગાવીને વીતરાગપણે બેઠા છીએ–આવી અદ્ભુત
યોગીદશા મુનિઓને હોય છે. સ્વર્ગનાં અમૃતભોજન પણ જેની પાસે તુચ્છ છે એવા