Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 57

background image
ચૈતન્યના શાંત–અબંધસ્વરૂપનું જેને વેદન થયું તેને રાગભાવો બંધરૂપ જ લાગે
છે. હજી જ્ઞાનીને રાગ થાય ખરો, પણ તે રાગના વેદનમાં તેને જરાય શાંતિ નથી
લાગતી. રાગના કાળેય અંશે શુદ્ધ પરિણતિની શાંતિ તો તેને સદાય વર્તતી હોય છે.
એકકોર ચૈતન્યના આનંદના ઉછાળા, ને બીજીકોર રાગનો કલેશ,–બંને સાથે રહેવામાં
સાધકને વિરોધ નથી. ભક્તિ વગેરેનો રાગ આવે, વિકલ્પ આવે, પણ શાંતિના આધારે
તે રાગ નથી, ને રાગના આધારે જરાય શાંતિ નથી; બંને સાથે હોવા છતાં તેઓ
એકબીજાના આધારે નથી. એકમાં શુદ્ધસ્વતત્ત્વનો આશ્રય છે, ને બીજામાં પરદ્રવ્યનો
આશ્રય છે. બાપુ સ્વદ્રવ્યના આશ્રયે વીતરાગતાનો નિર્ણય તો એકવાર કર. મોક્ષમાર્ગ
વીતરાગભાવરૂપ જ છે; રાગરૂપ મોક્ષમાર્ગ નથી–આવા માર્ગની પ્રસિદ્ધિ ભગવાનના
શાસનમાં જ છે. ને આવો માર્ગ તે જ ઈષ્ટ માર્ગ છે.
મહાવીર પ્રભુનો દીક્ષા–કલ્યાણક
ચારિત્ર આશ્રમમાં વીતરાગચારિત્રનો આનંદકારી મહોત્સવ

ફાગણ સુદ ૧૧: સોનગઢમાં ચાલી રહેલ ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવમાં વીરપ્રભુની દીક્ષાનો કલ્યાણક પ્રસંગ દેખીને આંખો ધન્ય બની...
આત્મા પાવન થયો.
લગ્ન કરવા માટે ત્રિશલામાતાજીએ ઘણું ઘણું મનાવ્યા છતાં તેનો અસ્વીકાર
કરીને, ૩૦ વર્ષની વયે મહાવીરપ્રભુ મુનિ થયા. જાતિસ્મરણજ્ઞાન થતાં વૈરાગ્ય
પામી સંસાર છોડ્યો; લૌકાંતિક દેવોએ તથા ઈન્દ્રોએ આવીને પ્રભુની દીક્ષાનો
ઉત્સવ કર્યો. એ બધા દ્રશ્યો સવારમાં નીહાળ્‌યા; ત્યારપછી દીક્ષાપ્રસંગે વનગમન
માટે પ્રભુની ભવ્ય સવારી નીકળી. જૈનધર્મનો આવો પ્રભાવ દેખીને લોકો સ્તબ્ધ
બની જતા હતા. આજે બહારથી આવેલા યાત્રિકોની સંખ્યાનો અંદાજ એકવીસ
હજાર જેટલો બોલાતો હતો. પ્રભુની દીક્ષાવિધિ સોનગઢના ચારિત્ર–આશ્રમમાં
આવેલા એક સુંદર આમ્રવૃક્ષ નીચે થઈ હતી.