: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
પરમાર્થ સિદ્ધભક્તિ, કે જે મોક્ષનું કારણ છે તે કેવી છે? શુદ્ધાત્મતત્ત્વમાં લીન
એવા શુદ્ધોપયોગ વડે રાગનો સર્વથા નાશ થાય છે, ને સર્વ રાગનો નાશ થતાં જીવને
પરસંગ અને પરભાવ વગરની શુદ્ધ આત્મદશા પ્રગટે છે, તેનું નામ પરમાર્થ સિદ્ધભક્તિ
છે, ને તેના વડે જીવ સિદ્ધિને પામે છે. સિદ્ધપ્રત્યેનો શુભરાગ તે કાંઈ પરમાર્થ
સિદ્ધભક્તિ નથી; તે રાગ તો મોક્ષનો અંતરાય કરનારો છે.
તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની,
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. (૧૬૯)
બાપુ! રાગનો પ્રેમ કરી કરીને તો અનંતકાળથી તું ભવસાગરમાં ગોથા ખાઈ
રહ્યો છે ને કલેશમાં બળી રહ્યો છો. વીતરાગતાના અમૃતરસને એકવાર ચાખ....તો તને
મોક્ષમાર્ગ હાથમાં આવે.
૦ મોક્ષને માટે વીતરાગતા કર્તવ્ય છે.
૦ વીતરાગતા માટે સ્વદ્રવ્યનો આશ્રય કર્તવ્ય છે.
૦ સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષ છે, ને પરદ્રવ્યના આશ્રયે સંસાર છે.
૦ મોક્ષપ્રાભૃતમાં આચાર્યદેવ કહે છે કે–
પર દ્રવ્યરતને દુર્ગતિ, ઉત્તમ ગતિ સ્વદ્રવ્યથી;
એ જાણી નિજમાં રત બનો, વિરમો તમે પરદ્રવ્યથી.
અનંત તીર્થંકરોએ કહેલો, મોક્ષનો આ સત્યાર્થ ઈષ્ટ ઉપદેશ કુંદકુંદસ્વામીએ
પરમાગમોમાં પ્રસિદ્ધ કર્યો છે.
બાપુ! પરદ્રવ્યના આશ્રયે તો રાગ થશે, તે રાગનું વેદન તને શાંતિ નહીં આપે.
(રાગ આગ દહે સદા, તાતેં, સમામૃત, સેવીએ.) જેમ અગ્નિ છે તે દાહ ઉત્પન્ન કરનાર
છે,–પછી તે અગ્નિ લીમડાના લાકડાનો હોય કે ચંદનના લાકડાનો હોય; ચંદનના
લાકડાનો અગ્નિ પણ બાળે જ છે. તેમ રાગ તે જીવને બળતરા કરનાર છે,–પછી તે રાગ
અશુભ હોય કે શુભ હોય; અરિહંતાદિ પ્રત્યેનો શુભ રાગ પણ જીવને અશાંતિનું જ
કારણ છે. અરે બાપુ! પરદ્રવ્યના આશ્રયે તે કાંઈ શાંતિ હોય? અંદર તારું સ્વદ્રવ્ય
અતીન્દ્રિય આનંદથી છલોછલ ભરેલું છે તેમાં ઉપયોગને એકાગ્ર કરીને વિશ્રાંતિ લે; તેમાં
જ પરમ શાંતિ છે, ને તે જ મોક્ષનું કારણ છે. મોક્ષને માટે તો સર્વે પ્રત્યેના સર્વ રાગનો
સર્વથા ક્ષય કરવા જેવો છે. કોઈ પણ પ્રત્યેનો જરાય રાગ