: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૭ :
ઈન્દ્રસભા (૧)
સોનગઢમાં પરમાગમમંદિર પ્રતિષ્ઠામહોત્સવ–પ્રસંગે
પંચકલ્યાણકના પ્રથમ દ્રશ્યમાં ઈન્દ્રસભા થઈ હતી. પ્રભુ શ્રી
મહાવીર ભગવાનનો આત્મા પૂર્વભવમાં અચ્યુતસ્વર્ગના
પુષ્પોત્તર વિમાનમાં બિરાજમાન હતો. તે વખતની
ઈન્દ્રસભામાં કેવી ચર્ચા થઈ? તે આપ અહીં વાંચશો; ને જાણે
આપણે પણ ઈન્દ્રસભામાં બેઠા બેઠા પ્રભુના શ્રીમુખથી તે
ચર્ચા સાંભળતા હોઈએ–એવો આનંદ થશે.)
૧. ઈન્દ્ર–દેવો, આપણે ઘણી વખત આ ઈન્દ્રસભામાં આત્માના અનુભવની ચર્ચા કરીએ
છીએ, અને ઘણીવાર મધ્યલોકમાં તીર્થંકરભગવાનના કલ્યાણક ઉજવવા માટે
જઈએ છીએ. આજે ફરીને ભરતક્ષેત્રમાં જવાનો મંગલપ્રસંગ આવ્યો છે. તેના
અત્યંત આનંદદાયક સમાચાર હું તમને સંભળાવું છું.
૧. ઈન્દ્રાણી–કહો મહારાજ! શા સમાચાર છે?
૧ ઈન્દ્ર–સાંભળો દેવો! આપણા સ્વર્ગમાં બિરાજમાન આ દેવેન્દ્ર, છ માસ પછી
ભરતક્ષેત્રના વૈશાલીનગરમાં ચોવીસમા મહાવીર તીર્થંકરપણે અવતરશે.
૨ ઈન્દ્ર–અહો, ધન્ય હો ધન્ય હો! આપણને તીર્થંકરદેવના કલ્યાણક ઉજવવાનું મહાન
ભાગ્ય પ્રાપ્ત થશે. તીર્થંકરનો આત્મા તો ત્રિકાળ મંગળ છે.
૨ ઈન્દ્રાણી–વાહ, એવા મંગળરૂપ આત્માને ઓળખતાં આપણને પણ સમ્યક્ત્વાદિ
મંગળ ભાવની પ્રાપ્તિ થાય છે.
૩ ઈન્દ્ર–અહા, અત્યારે પણ એવા મંગળ આત્મા, આપણી આ સભામાં સાક્ષાત્ બિરાજી
રહ્યા છે.
૩ ઈન્દ્રાણી–હા, બરાબર છે! આ હોનહાર મહાવીર તીર્થંકરની સાથે આપણે અસંખ્ય વર્ષ
સુધી રહ્યા, ને તેમના શ્રીમુખથી આત્માનો અદ્ભુત મહિમા સાંભળીને ઘણા દેવો
સમ્યગ્દર્શન પામ્યા.