: ૧૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૪ ઈન્દ્ર–પણ હવે તો ફકત છ મહિના જ તેઓ આપણા આ અચ્યુતસ્વર્ગમાં રહેવાના છે.
તો છ મહિના આપણે તેમના શ્રીમુખથી આત્માના અનુભવની ચર્ચા
સાંભળવાનો લાભ લઈએ.
૪. ઈન્દ્રાણી–હા દેવ તમારી વાત ઉત્તમ છે. આવા ધર્માત્માનો સંગ જગતમાં ઉત્તમ છે. તે
કોઈ મહા ભાગ્યે જ મળે છે. માટે તેનો લાભ લેવો જોઈએ.
૫ ઈન્દ્ર–પ્રભો, આત્માની અનુભૂતિનું સ્વરૂપ શું છે? તે કહો.
(અચ્યુતસ્વર્ગમાં બિરાજમાન મહાવીર પ્રભુનો જીવ જવાબ આપે છે–)
* અહો, અનુભૂતિની ગંભીરતા અદ્્ભુત છે. હવે દેવો સાંભળો!
આત્મસ્વભાવં પરભાવભિન્નં, આપૂર્ણમાદ્યંત વિમુક્ત એક;
વિલીન સંકલ્પ–વિકલ્પજાલં, પ્રકાશયન્, શુદ્ધનયોભ્યુદેતિ.
પરદ્રવ્યથી ને પરભાવથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન છે.
૫ ઈન્દ્રાણી–પ્રભો, આવું સમ્યગ્દર્શન ક્યારે પમાય?
* જીવને જ્યારે પોતાના સ્વરૂપની સાચેસાચી લગની લાગે છે, ને આત્મશાંતિની
ખરેખરી ધગશ જાગે છે ત્યારે, તે રાગાદિ અશાંત ભાવોને અને ચૈતન્યની
શાંતિને અત્યંત જુદા જાણે છે, ને ત્યારે તે સમ્યગ્દર્શન પામે છે.
૬. ઈન્દ્ર–પ્રભો, આવું સમ્યગ્દર્શન થતાં આત્મામાં શું થાય?
* અહો, ત્યારે તો આત્માનું આખું જીવન જ પલટી જાય. જાણે કે આત્મા મરેલામાંથી
જીવતો થયો હોય! –એમ અલૌકિક આનંદથી ભરેલો ચૈતન્યભાવ પ્રગટે છે...
તેની સાથે અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠે છે....એવી દશા એ જ આત્માનું
સાચું જીવન છે.
૬. ઈન્દ્રાણી પ્રભો! આપના શ્રીમુખથી સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા સાંભળીને અમને
ઘણો આનંદ થાય છે.
૭ ઈન્દ્ર–અહા, સમ્યગ્દર્શન એ જ સાચું આનંદકારી છે; એના જેવું ઉત્તમ જગતમાં બીજું
કોઈ નથી.
૭ ઈન્દ્રાણી–પ્રભો, શું આ સ્ત્રીપર્યાયમાં અમને પણ સમ્યગ્દર્શન થાય?