: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૯ :
સૌધર્મ ઈન્દ્ર–હા, જરૂર થાય. જો આત્માની લગની હોય તો સ્ત્રીપર્યાયમાં કે સિંહ જેવી
પશુપર્યાયમાં પણ સમ્યગ્દર્શન થાય છે. આ પ્રભુનો આત્મા પણ આઠ ભવ
પહેલાંં સિંહપર્યાયમાં જ સમ્યગ્દર્શન પામ્યો હતો ને!
૮. ઈન્દ્ર–હા, અને એ સમ્યગ્દર્શનના પ્રતાપે, હવે અંતિમ અવતારમાં તેઓ જગતના
નાથ તીર્થંકર થશે....ને અનેક જીવોને ધર્મ પમાડશે.
૮. ઈન્દ્રાણી–એ વખતે એમના દિવ્ય શરીરનું રૂપ જગતમાં અજોડ હશે.
૯. ઈન્દ્ર–હા, પણ ખરી મહત્તા તો એમના આત્માની છે કે જે પોતાને દેહથી જુદો
અનુભવતા હશે.
૯. ઈન્દ્રાણી–ભગવાન માતાના પેટમાં હશે ત્યારે પણ તેમને સમ્યગ્દર્શન હશે.
૧૦ ઈન્દ્ર–માત્ર સમ્યગ્દર્શન નહીં, પણ સાથે અવધિજ્ઞાન પણ હશે!
૧૦ ઈન્દ્રાણી–ધન્ય તે પ્રિયંકારિણી ત્રિશલામાતા...કે જેમની ગોદમાં મોક્ષનું મોતી પાકશે.
૧૧ ઈન્દ્ર–ધન્ય તે સિદ્ધાર્થ મહારાજા, કે જેમના ઘરે તીર્થંકરનો અવતાર થશે.
૧૧ ઈન્દ્રાણી–એ મંગળ આત્માના પંચકલ્યાણક દેખીને, ચૈતન્યના મહિમાથી કેટલાય
જીવો સમ્યગ્દર્શન પામશે.
સૌધર્મ–અરે, એને ગોદમાં લઈને પારણે ઝુલાવનારી માતા પણ મોક્ષગામી હશે.
શચી–અને એ નાનકડા તીર્થંકરને તેડીને હું પણ ધન્ય બનીશ. તીર્થંકર ભગવાનનો તો
કોઈ અલૌકિક મહિમા છે; એને ઓળખતાં જીવ સમ્યગ્દર્શન પામે છે.
સૌધર્મ–હા; પણ દેહથી ભગવાનને ઓળખે તે ઓળખાણ સાચી નથી. ભગવાનના
આત્માને આત્મભાવથી ઓળખવા તે સાચી ઓળખાણ છે.
૧૨ ઈન્દ્ર–તીર્થંકર નામકર્મ બાંધનાર જીવ ત્રીજા ભવે જરૂર મોક્ષ પામે છે.
૧૨ ઈન્દ્રાણી–હા, એ સાચું; પણ જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાયું તે કાંઈ મોક્ષનું
કારણ નથી.
૧૩ ઈન્દ્ર–તો મોક્ષનું કારણ શું છે?
૧૩ ઈન્દ્રાણી–મોક્ષનું કારણ તો વીતરાગવિજ્ઞાન જ છે; રાગ તો બંધનું જ કારણ છે.