: ૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૧૪ ઈન્દ્ર–જ્યારે તીર્થંકરનો અવતાર થાય ત્યારે આખા જગતમાં આનંદ ફેલાય છે.
૧૪ ઈન્દ્રાણી–અરે, નરકના જીવને પણ સાતા થાય છે ને કેટલાય જીવો સમ્યગ્દર્શન પામે છે.
૧૫ ઈન્દ્ર–જગતમાં જ્યારે લાખો જીવો ધર્મ પામવાની તૈયારીવાળા હોય, ને ધર્મકાળ
વર્તવાનો હોય ત્યારે તીર્થંકરનો અવતાર થાય છે.
૧૫ ઈન્દ્રાણી–અહો, એવો ધન્ય અવસર તો જીવનમાં ક્્યારેક જ આવે છે.
૧૬. ઈન્દ્ર–ભરતક્ષેત્રમાં તો અસંખ્યવર્ષોમાં માત્ર ૨૪ વખત જ એવી ધન્યપળ આવે છે
કે જ્યારે તીર્થંકરનો અવતાર થાય છે.
૧૬ ઈન્દ્રાણી–પણ વિદેહક્ષેત્રમાં તો એટલા વખતમાં અસંખ્ય તીર્થંકરો અવતરે છે.
સૌધર્મ–અહા, તીર્થંકરોનું જીવન એ કોઈ અદ્ભુત જીવન છે. ચૈતન્યના આરાધક જીવોના
જીવનની શી વાત? એ તો અદ્ભુત હોય જ ને!
શચી–એ તીર્થંકરોને તો ધન્ય છે, ને એમના પરિવારને પણ ધન્ય છે.
સૌધર્મ–આપણે બધા પણ તીર્થંકર ભગવાનના પરિવારના જ છીએ. ચાલો, આપણે સૌ
મહાવીર તીર્થંકરના ગર્ભકલ્યાણકનો ઉત્સવ કરવા મધ્યલોકમાં જઈએ...કુબેરજી!
કુબેર–જી મહારાજ!
સૌધર્મ–તમે ભરતક્ષેત્રના વૈશાલી કુંડગ્રામમાં જાઓ, તેની અદ્ભુત શોભા કરો અને
સિદ્ધાર્થ રાજાના મહેલમાં પંદર માસ સુધી રત્નોની વર્ષા કરો.
કુબેર–જેવી આજ્ઞા મહારાજ! અહો, જગતના નાથ તીર્થંકર દેવની સેવા કરવાનું મહાન
ભાગ્ય મને મળ્યું. આ દેવલોકની સમસ્ત વિભૂતિ વડે પણ જેમના એક ગુણનોય
પૂરો મહિમા ન કરી શકાય એવા ભગવાનની સેવાનો ધન્ય અવસર તો
મોક્ષગામી જીવને જ મળે છે.
કુબેરાણી–સાચું જ છે. તીર્થંકરની સેવાથી અમારી આ દેવીપર્યાય પણ ધન્ય બની ગઈ.
ચાલો, જલ્દી મધ્યલોકમાં જઈએ ને તીર્થંકરના માતા–પિતાનું સન્માન કરીએ.
(મહાવીર ભગવાનકી જય હો.)