Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 57

background image
: ૨૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૧૬ સભાજન–અહા, આજે ભેદજ્ઞાનની સરસ ચર્ચા થઈ. આજનો દિવ્ય પ્રકાશ એવો
લાગે છે કે જાણે કોઈ તીર્થંકરનું આપણી નગરીમાં આગમન થઈ રહ્યું હોય!
ત્રિશલામાતા:–મને પણ આજની ચર્ચામાં તીર્થંકરનો મહિમા સાંભળીને બહુ જ આનંદ
થયો. મારું અંતર પણ કોઈ અનેરી પ્રસન્નતા અનુભવી રહ્યું છે. આકાશમાંથી
જાણે આનંદનો વરસાદ વરસી રહ્યો હોય એવું લાગે છે.
(રાણીઓ પણ તત્ત્વચર્ચામાં આનંદથી ભાગ લેતાં કહે છે–)
૧. અહો, રાજમાતા! આપનો પુણ્યપ્રભાવ કોઈ અજોડ છે.
૨. આપના આત્મિકભાવોમાં પણ કોઈ અનેરૂં પરિવર્તન થઈ રહ્યું છે.
૩. માતા, આપના સાન્નિધ્યથી અમને પણ ઉત્તમ ભાવનાઓ જાગે છે.
૪. માતા, જગતમાં માતાઓ તો અનેક છે; પણ આ ભરતક્ષેત્રમાં તીર્થંકરની માતા
તો તું એક જ છો.
૫. ભગવાન જેની કુંખે આવે તે માતા પણ મોક્ષગામી જ હોય
૬. અહો, સ્ત્રીપર્યાયમાં પણ આત્માની સાધના થઈ શકે છે.
૭. અરે, પંચમકાળની સ્ત્રીઓ પણ આત્મસાધના કરશે, તો આ ચોથા કાળમાં
આપણે કેમ ન કરીએ!
૮. જ્યારે આત્માને સાધીએ ત્યારે ધર્મકાળ છે.
૯. તેવીસ તીર્થંકરો તો થઈ ગયા. હવે ૨૪ મા તીર્થંકરનો અવતાર થશે.
૧૦. અને તીર્થંકરપ્રભુના શાસનમાં લાખો જીવો આત્માનું કલ્યાણ કરશે.
૧૧. તીર્થંકરના શાસનમાં ગણધરો પાકશે ને હજારો મુનિઓ પણ પાકશે.
૧૨. આત્માને જાણનારા લાખો શ્રાવકો ને શ્રાવિકાઓ પણ પાકશે.
૧૩. પંચમકાળમાં પણ જૈનધર્મની ધારા અખંડપણે ચાલ્યા કરશે.
૧૪. અહો; તીર્થંકરના અવતારથી આપણું વૈશાલી રાજ્ય ધન્ય બનશે.
(દિવ્યવાજાં વાગે છે...રત્નોની વૃષ્ટિ થાય છે)
૧૫. અહો; આ દિવ્ય વાજાં શેનાં સંભળાય છે; ને આ રત્નવૃષ્ટિ ક્્યાંથી થાય છે?