: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૨૫ :
૧૬ અહા, જુઓ જુઓ, સ્વર્ગમાંથી કુબેર આવી રહ્યા છે; સાથે ૫૬ કુમારિદેવીઓ પણ
છે.
(કુબેર આવીને નમસ્કાર કરીને કહે છે–)
કુબેર: –અહો સિદ્ધાર્થ મહારાજ! આપ ધન્ય છો, અહો ત્રિશલામાતા! આપ ધન્ય છો. છ
માસ પછી ૨૪ મા તીર્થંકર આપની કુંખે અવતરશે. તેથી ઈન્દ્રમહારાજે મને આ
ભેટ લઈને આપની સેવામાં મોકલ્યો છે. હે જગતપિતા! હે જગતમાતા! તીર્થંકર
પરમાત્મા જેના આંગણે પધારે એના મહિમાની શી વાત?
કુબેરાણી: –હે માતા! ભગવાનના પધારવાથી આપનો દેહ તો પવિત્ર થયો ને આપનો
આત્મા પણ સમ્યક્ત્વાદિથી શોભી ઊઠશે. અમે સ્વર્ગના દેવો આપનું સન્માન
કરીએ છીએ. દિગ્કુમારી દેવીઓ પણ માતાની સેવા કરવા આવી છે.
દેવીઓ દ્વારા માતાની સ્તુતિ–
ધન્ય ધન્ય છો હે માતા! તું જિનેશ્વરકી માતા,
નંદન તારા જયવંત છે ત્રણલોકમાં.
જે પુત્ર તારો થાશે, તે મુનિ થઈ વિચરશે,
કેવળ પામી, એ ભવ્યજીવોને તારશે.
તારા ઉરમાં રત્ન બિરાજે, શ્રી તીર્થંકરપ્રભુ રાજે,
મોક્ષગામી! માતાજી જયવંત લોકમાં.
તારો પુત્ર મોટો થાશે, એ પરમાત્મા બની જાશે,
જેને દેખી, સમકિત જીવો પામશે.