: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૨૯ :
ઈન્દ્રસભામાં તીર્થંકરનો જન્મોત્સવ
સોનગઢમાં પરમાગમ–મંદિર પંચકલ્યાણક પ્રતિષ્ઠા–
મહોત્સવમાં મહાવીરપ્રભુનો જન્મકલ્યાણક ફાગણ સુદ ૯
ના રોજ થયો હતો. તે આનંદપ્રસંગે ઈન્દ્રસભામાં કેવી ચર્ચા
થઈ હતી તે આપ અહીં વાંચશો.
મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભુભૃતામ્
જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વન્દે તદ્ગુણલબ્ધયે.
ઈન્દ્ર–૧:–અહો દેવો! જૈનધર્મ પામીને આપણે ધન્ય બન્યા. આ એક ઈન્દ્રપર્યાયમાં જ
આપણે અસંખ્ય તીર્થંકરભગવંતોના કલ્યાણક ઉજવ્યા. અને તીર્થંકરદેવના
શાસનના પ્રતાપે અપૂર્વ કલ્યાણકારી સમ્યગ્દર્શન પામીને આ ભવચક્રથી
આપણે છૂટ્યા.
મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે,
સમ્યક્ત્વ–આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વ જીવે.
(નિયમસાર ગાથા ૮૯)
અત્યારે એવા અપૂર્વ સમ્યક્ત્વાદિની ભાવના ભાવીને ભવચક્રના નાશનો આ
અવસર છે. માટે જૈન શાસન કહે છે કે હે જીવો! તમે આત્માનો પ્રેમ કરો.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો! ઉત્તમ થશે.
(સમયસાર ૨૦૬)
દેવો! જિનશાસનમાં ભગવાને રાગ–દ્વેષ–મોહ વગરના શુદ્ધપરિણામને ધર્મ
કહ્યો છે; ને વ્રત–પૂજાદિના શુભરાગને પુણ્ય કહ્યું છે. માટે તમે શુદ્ધ ભાવરૂપ
ધર્મને સાધીને દેવપર્યાયને સફળ કરો.