: ૨૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
છે, ને નારકીના જીવો પણ સુખ પામે છે. દેવો પ્રભુની સેવા કરવા માટે મધ્યલોકમાં જાય છે.
(ઈન્દ્રાણી ૧૨)–મનુષ્યલોકમાં કોઈવાર એકસાથે એકસોસીંતેર તીર્થંકરો અરિહંતપદે
વિચરતા હોય છે.
(ઈન્દ્ર ૧૩)–વિદેહક્ષેત્રમાં અત્યારે વીસ તીર્થંકરભગવંતો વિચરે છે; ભરતક્ષેત્રમાં
અત્યારે કોઈ તીર્થંકર નથી, પણ સવા નવ માસ પછી ચોવીસમા તીર્થંકરનો
અવતાર થશે.
(ઈન્દ્રાણી ૧૩)–તીર્થંકરનું દ્રવ્ય ત્રિકાળ મંગળ છે. શુદ્ધનયથી જોનાર પોતાના આત્માને
પણ મંગળરૂપ દેખે છે.
(ઈન્દ્ર ૧૪)–ભરતક્ષેત્રમાં અત્યારે ‘ભાવતીર્થંકર’ નથી પણ ‘દ્રવ્યતીર્થંકર’ તો બિરાજી
રહ્યા છે. એવા દ્રવ્યતીર્થંકર અત્યારે ત્રિશલામાતાના પેટમાં બિરાજી રહ્યા છે.
(ઈન્દ્રાણી ૧૪)–અહો, દ્રવ્યતીર્થંકરનો પણ આટલો મહિમા! તો ભાવતીર્થંકરના
મહિમાની શી વાત!
(ઈન્દ્ર ૧૫)–ભાવતીર્થંકરને ઓળખતાં તો સમ્યગ્દર્શન થાય છે. કહ્યું છે કે–
જે જાણતો અર્હંતને ગુણ–દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
(ઈન્દ્રાણી ૧૫)–સવા નવમાસ પછી મહાવીર તીર્થંકરનો અવતાર થશે અને તેમનું
શાસન ભરતક્ષેત્રમાં એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે.
(ઈન્દ્ર ૧૬)–અહો, આજની ઘડી ધન્ય છે કે ચોવીસમાં તીર્થંકરના ગર્ભકલ્યાણકનો
અવસર આવ્યો છે.
(ઈન્દ્રાણી ૧૬)–ભગવાનના કલ્યાણક દેખીને આત્માનું કલ્યાણ થશે; એથી તો તેને
કલ્યાણક કહેવાય છે.
(કુબેર)–ભગવાનનો જીવ આજે જ અહીંથી દેવપર્યાય છોડીને તીર્થંકરપર્યાયમાં
અવતર્યો છે. ચાલો, સૌ આનંદથી તેમનો ઉત્સવ કરવા જઈએ.
(કુબેરાણી)–હા દેવ! અમે દેવીઓ પણ આપની સાથે જ આવશું ને ત્રિશલામાતાની
સેવા કરશું.
હા, સૌ ખુશીથી ચાલો.