Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 57

background image
આત્માના મોક્ષનું સાધન આત્મામાં છે. અંદરમાં આત્મા અને બંધને જુદા પાડવા
તે મોક્ષનું સાધન છે એમ કહ્યું. ત્યાં જેણે એ રીતે જુદું પાડવાની ધગશ જાગી હતી એવા
શિષ્યનો માર્મિક પ્રશ્ન હતો કે પ્રભો! અંદરમાં આત્મા અને રાગાદિકને જુદા કઈ રીતે
પાડવા? તેને જુદા પાડવાનું સાધન શું? બંને એકમેક જેવા દેખાય છે તેને કયા
સાધનથી જુદા પાડવા? આત્મા અને બંધને જુદા પાડવાનું તો આપે કહ્યું,–એટલે
રાગાદિક બંધભાવો તે કોઈ મોક્ષનું સાધન નથી, તેને જુદા પાડવા તે જ મોક્ષનું સાધન
છે–એટલું તો લક્ષમાં લઈને સ્વીકાર્યું છે, હવે એવા જુદાપણાનો સાક્ષાત્ અનુભવ કેમ
થાય? એવી ઝંખનાવાળો શિષ્ય તેનું સાધન પૂછે છે. ને તેને આચાર્યદેવ આ ગાથામાં
આત્મા અને બંધ બંનેના ભિન્નભિન્ન લક્ષણો સમજાવીને, તેમને અત્યંત જુદા પાડવાની
અલૌકિક રીત બતાવે છે. આ રીતે સમજે તેને જરૂર ભેદજ્ઞાન થાય, ને મોક્ષના દરવાજા
ખુલ્લી જાય.
સાંભળ, ભાઈ! જ્ઞાનને રાગથી જુદું અનુભવવા માટેનું સાધન પણ જ્ઞાન જ છે,
જ્ઞાનથી જુદું બીજું કોઈ સાધન નથી, જ્ઞાનસ્વરૂપ આત્મા ‘કર્તા’ છે; તો તેનું ‘કારણ’
પણ જ્ઞાનસ્વરૂપ જ છે, કેમકે નિશ્ચયથી કર્તાનું સાધન તેનાથી જુદું હોતું નથી. આત્મા
અને બંધભાવો–એ બંનેનાં ભિન્નભિન્ન લક્ષણોને જાણનારું જે જ્ઞાન છે, તે જ તેમને
જુદા કરવાનું સાધન છે. જે જ્ઞાને ચેતનાલક્ષણથી આત્માને જાણ્યો, ને રાગાદિ લક્ષણોથી
બંધભાવને જાણ્યો,–તે જ્ઞાન પોતે જ આત્મામાં એકત્વપણે પરિણમે છે ને રાગાદિથી
ભિન્નપણે પરિણમે છે,–આ રીતે રાગાદિથી ભિન્ન પોતાને અનુભવતું તે જ્ઞાન જ
ભિન્નતાનું સાધન છે.
અહો, ભેદજ્ઞાનની રીત બતાવીને સંતોએ મોક્ષના મારગ ખોલી નાંખ્યા છે.
જુઓ, આ મહાવીર ભગવાનનો માર્ગ! ચૈતન્યને અનુસરીને અનુભૂતિ થવી તે
પ્રજ્ઞાછીણી છે, તે મોક્ષનું સાધન છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેનું ચૈતન્યલક્ષણ રાગથી ભિન્ન છે, ને તે
ચૈતન્યલક્ષણ આત્માના અનંતગુણોમાં તથા ક્રમેક્રમે થતી પર્યાયોમાં પણ વ્યાપેલું છે.
આત્માના સમસ્ત