જ્ઞાન વગરનાં હોય નહિ; ને તે જ્ઞાનલક્ષણ રાગાદિમાં વ્યાપતું નથી, તેનાથી જુદું જ રહે
છે, તેથી તેને ‘અતિવ્યાપ્તિ’ પણ નથી. આવા જ્ઞાનલક્ષણને અનુસરીને આત્માને
અનુભવમાં લે.–તે મોક્ષનો ઉપાય છે.
કષાયની અગ્નિથી બળી રહ્યા છે; પણ એને ભાન નથી કે કેટલું દુઃખ છે! અંદરની
ચૈતન્યની શાંતિ જોઈ હોય તો ખબર પડે કે કષાયમાં કેટલું દુઃખ છે? અને ચૈતન્યલક્ષણ
તો કષાય વગરનું શાંત છે; તેમાં રાગનો–કષાયનો કોઈ અંશ ન આવે. ચૈતન્યલક્ષણવડે
આત્માને રાગથી તો ભિન્ન કરવાનો છે, તો તે ભિન્ન કરવામાં રાગ મદદ કેમ કરે?
શુભરાગ તેનું સાધન છે જ નહીં; રાગથી જુદું એવું જ્ઞાન જ તેનું સાધન છે. અરે,
જગતના જીવોને મોક્ષના સાધનની પણ ખબર નથી, ને રાગને સાધન માની બેઠા છે.
ભગવાન મહાવીર કહે છે કે રાગથી જુદું પરિણમતું, ને આત્માથી અભિન્ન પરિણમતું
કરણશક્તિવડે જ્ઞાન પોતે જ પોતાના સાધનપણે પરિણમે છે. અબંધસ્વરૂપી ભગવાન
આત્માનો અનુભવ કરવા માટે, બંધસ્વરૂપ એવા રાગાદિ સાધન કેમ થાય? ચૈતન્યની
સન્મુખ થયેલી પર્યાય રાગથી તો તદ્ન જુદી વર્તે છે. રાગને જ્ઞાનનું સાધન માનનાર
જીવ રાગ અને જ્ઞાનને જુદા પાડી શકતો નથી, તે તો બંનેેને એક માને છે–એટલે
બંધભાવરૂપે જ આત્માને અનુભવે છે; તેને મોક્ષના સાધનની ખબર નથી. અરે બાપુ!
રાગ પોતે બંધભાવ, એ તે મોક્ષનું સાધન કેમ થાય? બાપુ! મોક્ષના મારગડા તો
અંદરમાં રાગથી પાર છે. અંદર ભેદજ્ઞાન કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન પ્રગટ કરે તે સાચો
પંડિત છે. બાકી તો બધા રાગનાં ફોતરાં ખાંડે છે. ભેદજ્ઞાન વગરનું શાસ્ત્રભણતર તો
રાગથી ભિન્ન પડેલી, ને ચૈતન્યસન્મુખ થયેલી એવી જ્ઞાનની અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે,
તે ધર્મ છે; ને તે જ મહાવીર ભગવાનનો ઈષ્ટ ઉપદેશ છે.