Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 57

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૪૧ :
મંગલ મહોત્સવનાં મીઠાં સંભારણાં
સોનગઢમાં ફાગણ સુદ પાંચમથી તેરસ સુધી ઉજવાયેલ
પરમાગમમંદિર પંચકલ્યાણક–પ્રતિષ્ઠા મહોત્સવનું આનંદકારી વર્ણન
આપે ગતાંકમાં વાંચ્યું, વાંચીને અનેક જિજ્ઞાસુઓ તરફથી પ્રસન્નતાના
પત્રો આવ્યા છે. તે મહોત્સવનું બાકીનું વર્ણન આ અંકમાં આપ્યું છે.
બાકી તો આ મહોત્સવ એટલો વિશાળ હતો ને એટલા બધા કાર્યક્રમથી
ભરચક હતો કે એકલા હાથે તે બધાં પ્રસંગોની નોંધ લેવાનું શક્્ય ન
હતું, તેથી યત્કિંચિત વર્ણન આપી શકાયું છે. ગતાંકમાં આપણે
મહાવીર–જન્મની મંગલવધાઈ વાંચી. જન્મવધાઈ સાંભળીને સ્વર્ગેથી
ઈન્દ્રો આવી પહોંચ્યો. એ પ્રસંગનું વર્ણન આપ અહીં વાંચશો.
(જન્મકલ્યાણક ફાગણ સુદ ૯ ના દિવસે હતો.)
× × × × × ×
અહા, આજનું પ્રભાત કોઈ અનેરું હતું....આખા વિશ્વની શોભામાં જાણે એક
વૃદ્ધિ થઈ ગઈ હતી...સંસારના દાવાનળને ઠારવા જાણે શાંતરસનો વરસાદ વરસી રહ્યો
હતો. આનંદમય કોલાહલ ક્્યાંય સમાતો ન હતો...શેનો છે આ પ્રભાવ! અહો!
ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનનો અવતાર થઈ ચુક્્યો છે. ત્રણલોકમાં એની
મંગલ વધાઈ પહોંચી ગઈ, ઈન્દ્રોના આસન ડોલી ઉઠ્યા, ઘંટનાદ અને વાજિંત્રો એની
મેળે વાગવા માંડ્યા. ઈન્દ્રોએ ખુશી મનાવીને જન્મોત્સવ કર્યો, ને જન્માભિષેક માટે
વૈશાલી કુંડપુરમાં આવ્યા....ઐરાવતસહિત નગરીને ત્રણ પ્રદક્ષિણા કરી. પચીસહજારથી
વધુ સભા આ મંગલ દ્રશ્યો જોવા ઉભરાણી હતી.
તો આ બાજુ કુંડપુરમાં સિદ્ધાર્થમહારાજાની રાજસભામાં પણ આનંદનો પાર ન
હતો. પ્રભુજન્મની મંગલ વધાઈથી ચારેકોર આનંદ–આનંદ છવાઈ ગયો હતો. રાજાઓ
પોતાનો હર્ષાનંદ વ્યક્ત કરી રહ્યા હતા. આશ્ચર્યકારી આનંદમય કોલાહલથી નગરી ગાજી
રહી હતી. તેમાંય જ્યારે શચી–ઈન્દ્રાણી નાનકડા તીર્થંકરને તેડીને બહારમાં આવ્યા ત્યારે
તો પ્રભુને દેખીને હજારો ભક્તો હર્ષાનંદથી નાચી ઊઠ્યા; ઈન્દ્ર તો એવા ખુશ થયા કે
હજાર આંખ કરીને પ્રભુને જોવા લાગ્યા. અંતે થાકીને તેણે કહ્યું–અહો દેવ!