Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 57

background image
: ૪૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
આપનું રૂપ તો અતીન્દ્રિયઆંખવડે જ દેખાય તેવું છે. પ્રભુ ઐરાવત હાથી ઉપર
બિરાજમાન થયા, ને પ્રભુની સવારી લઈને ઈન્દ્રો ધામધૂમથી મેરુ તરફ ચાલ્યા. પ્રભુની
સવારી નીરખવા એટલી ભીડ ઉમટી પડી કે સોનગઢ ગામ સાંકડું પડતું હતું. સોનગઢને
માટે, સૌરાષ્ટ્રને માટે અને જૈનસમાજને માટે આ ભવ્ય ઐતિહાસિક મહોત્સવ હતો.
ભાગ્યશાળી છે એના જોનારા પણ.
પ્રભુના જન્મકલ્યાણકની આ ભવ્ય સવારી જોવા પૂ. ગુરુદેવ પણ પધાર્યા અને
નગરના ચોક વચ્ચેથી પસાર થતી પ્રભુસવારી ભક્તિપૂર્વક નીહાળી; સવારી પસાર થતાં
પોણી કલાક થઈ. અનેક ભજનમંડળી, બેન્ડ વાજાં, પાંચ પરમાગમ સહિત પાંચ હાથી,
અજમેરનો રથ તથા ઐરાવત, સોનગઢનો રથ, તથા હાથી ઉપર ઈન્દ્રની ગોદમાં
બિરાજમાન નાનકડા મહાવીર તીર્થંકરનું દ્રશ્ય દેખીને આનંદ થતો હતો. વીસ–પચીસ
હજાર માણસોની ભીડ અને હર્ષભર્યો કોલાહલ ઉત્સવની પ્રસિદ્ધિ કરતા હતા. સોનગઢ
ગામે આટલી ભીડ કદી જોઈ નથી. માનસ્તંભના ઉત્સવ વખતે છહજાર મહેમાનો
આવ્યા હતા, આ પરમાગમમંદિરના ઉત્સવ વખતે વીસહજાર ઉપરાંત મહેમાનો આવ્યા
હતા; સારી નગરી પ્રભુના કલ્યાણક ઉત્સવથી છવાઈ ગઈ હતી, ઘરેઘરે તોરણ બંધાયા
હતા, મંગલસૂત્રો લખાયા હતા, ને હજારો મંગલ દીવડાથી મકાનો અને મંદિરો ઝગમગી
રહ્યા હતા. વાહ રે વાહ તીર્થંકર! તારી સ્થાપનાનો પણ આવો મહિમા, તો સાક્ષાત્
જન્મકલ્યાણકના પ્રભાવની તો શી વાત! આવો પ્રભાવશાળી ઉત્સવ દેખીને મુ. શ્રી
રામજીભાઈ ગદગદભાવે ગુરુદેવ પ્રત્યે પ્રમોદ અને ઉપકારની લાગણી વ્યક્ત કરતા હતા.
તથા ગુરુદેવ પણ પ્રસન્નચિત્ત હતા.
જન્મોત્સવ દેખીને જનતામાં એટલો બધો આનંદનો કોલાહલ થવા લાગ્યો કે
પ્રભુનો જન્મોત્સવ દેખીને હરખથી જીવો પાગલ થઈ જશે કે શું!–એમ થતું હતું. અહા,
એકકોર ભગવાનની અલિપ્ત ચેતના, અને એકકોર આ હરખનો હીલોળો,–જૈન
શાસનમાં બંનેનો કેવો મજાનો આશ્ચર્યકારી સુમેળ છે! અહો જિનેન્દ્ર! તારા શાસનની
અદ્ભુતતાને જ્ઞાની જ જાણે છે. પ્રભો! ચારેકોર માઈકમાં તારી ભક્તિથી દુનિયા ગાજી
રહી છે ત્યારે તું તો તારી ચેતનાની શાંતિમાં મસ્ત થઈને બેઠો છે! વાહ રે વાહ!
વીતરાગમાર્ગના ભગવાન તો આવા જ શોભેને!
વાહ! જેના જન્મે હર્ષનો આટલો ખળભળાટ! તે ભગવાન કેવા? હજી
પરમાત્મપદ પામ્યા પહેલાંં જે આત્માનો આટલો પ્રભાવ! તેના પરમાત્મપદના
મહિમાની તો