Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 57

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૩ :
–તે જ આપની પ્રસન્નતા ને કૃપા છે. આપે બતાવેલા માર્ગને જાણીને હું પણ તે જ
માર્ગે ચાલ્યો આવું છું, –એ જ આપની સાચી ભક્તિ છે. આવી ભક્તિપૂર્વક મોક્ષના
માર્ગે ચાલનાર કહે છે કે મારા ઉપર ભગવાન પ્રસન્ન થયા, તેમની મહેરબાનીથી
મારા ભવભ્રમણનો અંત આવ્યો. પ્રભો! તારા માર્ગને પામીને મેં અનાદિના રાગાદિ
પરભાવોનો સાથે છોડી દીધો, ને અનંત તીર્થંકરોનો સાથ લઈને મોક્ષમાર્ગમાં ગમન
કર્યું. પ્રભો! આપને ઓળખ્યા પછી હવે અંતરના જ્ઞાનમાં આપને સાથે રાખીને જ
અમે સિદ્ધપદને સાધીએ છીએ. આપના માર્ગે મોક્ષને સાધતાં અમને ઘણો જ આનંદ
થાય છે...આપના માર્ગે ચાલતાં હવે અમારી સાધનામાં ભંગ પડવાનો નથી.
અહો, ધન્ય છે આપના માર્ગને! કેવો સુંદર છે આપનો માર્ગ! રાગનો મેલ
જેમાં નથી એવો સુંદર, વીતરાગતાથી શોભતો માર્ગ આપે પ્રકાશ્યો છે. હે મહાવીર
પ્રભુ! આપ અત્યારે ભલે ભરતક્ષેત્રમાં નથી, અઢી હજારવર્ષથી આપ સિદ્ધપદમાં
બિરાજો છો, તો પણ આપનો મંગલ માર્ગ તો અહીં શોભી જ રહ્યો છે, ને એ
માર્ગમાં અમે ભવ્યજીવો આપના પગલે પગલે આવી રહ્યા છીએ. ક્ષેત્રથી આપ ભલે
દૂર રહ્યા પણ અમારા જ્ઞાનથી આપ જરાય દૂર નથી, જ્ઞાનમાં તો આપ સાક્ષાત્
હાજરા હજૂર વિદ્યમાન છો...તેથી અમને આપનો વિરહ નથી–નથી.
પ્રભો! મોક્ષનો માર્ગ તો અનાદિથી ચાલુ જ હતો, પણ અમે અત્યારસુધી એ
માર્ગ જોયો ન હતો, અમે માર્ગ ભૂલ્યા હતા, હવે આપના શાસનમાં શ્રીગુરુઓએ
અમને એ માર્ગ બતાવ્યો, ઉન્માર્ગથી પાછા વાળીને વીરનાથના વીતરાગમાર્ગમાં
ચઢાવ્યા. અહા! આવા માર્ગમાં આવતાં જે આનંદ થાય છે–તેની શી વાત!
મહાવીરનો માર્ગ એ ખરેખર આનંદનો માર્ગ છે.
પ્રભો! આપના માર્ગને ઓળખીને આપને અમે નમ્યા, તો હવે જૈનમાર્ગ
સિવાય બીજે ક્યાંય અમારું ચિત્ત નમવાનું નથી, બીજા કોઈ માર્ગ પ્રત્યે અમારું
ચિત્ત લલચાવાનું નથી; પ્રભુ! તારા માર્ગને પામીને હવે અમારે જગત સાથે કાંઈ
પ્રયોજન રહ્યું નથી.
ભક્ત કહે છે કે–વીરપ્રભુના માર્ગને પામીને અમે વીરપ્રભુના વારસદાર
બન્યા, તો હવે મોક્ષ તરફની અમારી પરિણતિને કોણ છે રોકનાર? ‘બાપ જેવા
બેટા’ હોય છે, તો વીરપ્રભુ અમારા ધર્મપિતા, તે વીરપ્રભુનો વારસો લેવા માટે,
વીર થઈને અમે આત્માને સાધશું ને મહાવીર બનશું,–તેમાં કોઈ અમને રોકનાર
નથી. આત્માની રુચિ અને હકારના બળથી વીર થઈને મોક્ષમંડળીમાં અમારે ભળી
જવાનું છે.