Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 57

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ભગવાન મહાવીર, અશરીરી પૂર્ણ જ્ઞાન–આનંદને તો કેવળજ્ઞાન થયું
ત્યારથી પામ્યા હતા. અઢીહજાર વર્ષ પહેલાંં આસો વદ અમાસે પાવાપુરીથી પ્રભુ
અશરીરી સિદ્ધપદ પામ્યા. ઈન્દ્રોએ અને રાજાઓએ દીપ–માળ પ્રગટાવીને
નિર્વાણનો મોટો મહોત્સવ કર્યો.....એટલે કે મોક્ષપદનું બહુમાન કર્યું ‘મોક્ષનો
સાચો ઉત્સવ તો આત્મામાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયના આનંદ દીવડા પ્રગટાવીને
થાય છે. અને એવા દીવડા આત્મામાં જેણે પ્રગટાવ્યા તેણે જ ભગવાન મહાવીરને,
અને તેમના માર્ગને ઓળખ્યા છે. સાદિ–અનંતકાળના મહાન સુખનો લાભ–તે
ઓળખાણનું ફળ છે.
સાદિ–અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન–જ્ઞાન અનંત સહિત જો.
–અહો! આવું અદ્ભુતાદભ્દુત સુખ પ્રભુની ઓળખાણથી પમાય છે.
ચેતનસ્વરૂપે પ્રભુના આત્માને ઓળખતાં પોતાના આત્મામાં અનંતગુણનો મધુરો
ચૈતન્યરસ એકસાથે વેદનમાં આવે છે....આત્મા એકદમ શાંત–શાંત સ્વભાવે
પરિણમી જાય છે. પૂર્વે કદી ન અનુભવેલી શાંતિ તેમાં અનુભવાય છે.
પ્રભો! ચેતનભાવે આપને ઓળખતાં ખબર પડી કે અમે પણ તમારા જ
કુળના (ચેતનસ્વરૂપ) છીએ. રાગથી ભિન્ન પડીને મોક્ષને સાધવા નીકળ્‌યા, તે હવે
પાછા ન ફરીએ તે અમારા તીર્થંકરોના કૂળની ટેક છે; મોક્ષને સાધવો તે અમારા
કૂળનો વટ છે....પ્રભુ! તારા માર્ગમાં આવ્યા, હવે અપ્રતિહતપણે અભૂતપૂર્વ એવું
કેવળજ્ઞાન લીધે જ છૂટકો. ‘વીરના લઘુનંદન’ અમે પણ વીર છીએ. (નાનું પણ
સિંહનું બચ્ચું!)
જે જાણતો અરહંતને ગુણ–દ્રવ્યને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.
વીરનિર્વાણના આ અઢીહજારમા મંગલવર્ષમાં આત્માની પ્રાપ્તિ થાય,
અનુભૂતિ થાય, એના જેવો બીજો કોઈ લાભ જગતમાં નથી. ચૈતન્યની અપૂર્વ
શાંતિમાં આવવાનો વીરપ્રભુનો હુકમ છે; એ જ વીરનું શાસન છે. અહા,
વીરશાસનમાં બતાવેલો આત્મા તો અતીન્દ્રિયઆનંદનો મોટો પહાડ છે, તેમાં ઊંડે
ઊતરતાં પરમ શાંતરસનું વેદન થાય છે. –એના મહિમાનું શું કહેવું? આ આત્માની
કીર્તિ જગતમાં ત્રણેકાળ ફેલાયેલી છે, ચૈતન્યતત્ત્વ સર્વત્ર વિજયવંત વર્તે છે. અનંત
ગંભીર ભાવોથી ભરેલું આવું જ્ઞાનતત્ત્વ હું છું, જ્ઞાનને મારા જ્ઞાનમાં જ જોડીને હું
મને જ્ઞાનપણે અનુભવું છું –આ જ વીરનાથની